+

VADODARA : ડમ્પરની ટક્કરે બાઇક સવાર બે સગા ભાઇ મોતને ભેટ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં ડમ્પરની ટક્કરે બે સગા ભાઇઓ (TWO BROTHERS) મોતને ભેટ્યા હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિવારે પોતાના બે દિકરા ગુમવતા શોખમગ્ન બન્યો છે.…

VADODARA : વડોદરા (VADODARA) માં ડમ્પરની ટક્કરે બે સગા ભાઇઓ (TWO BROTHERS) મોતને ભેટ્યા હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. આ ઘટનામાં પરિવારે પોતાના બે દિકરા ગુમવતા શોખમગ્ન બન્યો છે. જિલ્લામાં ડમ્પરની ટક્કરે મૃત્યુની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. પોલીસ તંત્ર દ્વારા બેફામ ચાલતા ડમ્પર ચાલકો પર લગામ કસવા માટે કમર કસવી જોઇએ તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.

બંને ભાઇઓ ફંગોળાયા

સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત વિગતો અનુસાર, સાવલી (SAVLI) તાલુકાના લોટ ગામે ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર (ઉં. 21) અને તુષાર રાજેન્દ્રસિંહ પરમાર (ઉં. 17) પરિવાર સાથે રહે છે. આજે સવારે મામાના ઘરે જવાનું હોવાથી બંને ભાઇઓ બાઇક પર જવા નિકળ્યા હતા. તેવામાં સમલાયા ગાંગડીયા રોડ પર કાળ બનીને આવેલા ડમ્પરે બંને ભાઇઓની બાઇકને અડફેટે લીધી હતી. અને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક પર જઇ રહેલા બંને ભાઇઓ ફંગોળાયા હતા. બંને ભાઇઓન જમીન પર પટકાયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ બંનેએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. આ ઘટનાનો લઇને પરિવાર જ નહિ પરંતુ સમગ્ર ગામે પોતાનું કોઇ ગુમાવ્યું હોય તેવી દુખની લાગણી અનુભવી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે.

વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

આ ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. અને પોલાસની જાણ કરી હતી. તો બીજી તરફ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક નાસી છુટ્યો હતો. જાણ થતા સાવલી પોલીસ મથકમાંથી જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ દમ તોડનાર સગા ભાઇઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે સાવલી પોલીસ કેટલા સમયમાં કાળ બનીને આવેલા ડમ્પર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો – VADODARA : આણંદ પોલીસનું કામ આસાન કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

Whatsapp share
facebook twitter