+

સુરતમાં ઓવૈસીની જાહેરસભામાં લાગ્યા મોદી-મોદીના નારા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમની તરફેણમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી રવિવારે જાહેર સભા કરવા સુરત પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીની આ જાહેરસભાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ જનતાને પોતાની તરફ ખેંચવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ વખતે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. તેમની તરફેણમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી રવિવારે જાહેર સભા કરવા સુરત પહોંચ્યા હતા, પરંતુ ત્યાં તેમને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ઓવૈસીની આ જાહેરસભાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. યુવાનોના એક મોટા જૂથે ઓવૈસીને કાળા ઝંડા લહેરાવ્યા હતા. આ યુવાનોએ ઓવૈસીની જાહેરસભામાં મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા.
ઓવૈસીના પ્રવાસના વિરોધમાં કાળા ઝંડા
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સુરત પૂર્વ બેઠક પરથી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા AIMIM ઉમેદવાર માટે પ્રચાર કરવા શહેરમાં હતા. રવિવારે સાંજે તેઓ પૂર્વ ધારાસભ્ય વારિશ પઠાણ સાથે એક સભાને સંબોધવાના હતા. હૈદરાબાદના સાંસદે સ્ટેજ સંભાળતાની સાથે જ ભીડમાંથી કેટલાક યુવાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નારા લગાવ્યા અને હોબાળો શરૂ કર્યો. ઓવૈસીના પ્રવાસના વિરોધમાં તેઓએ કાળા ઝંડા પણ લહેરાવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડમાં મુસ્લિમ યુવકો પણ સામેલ હતા. 
ઓવૈસીની કોઈપણ જાહેર સભામાં કાળા ઝંડા ફરકાવવાની આ પહેલી ઘટના
અસદુદ્દીન ઓવૈસીની આ જાહેરસભા સુરતના રૂદરપુરા વિસ્તારમાં હતી. સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. જ્યારે ઓવૈસી બોલવા માટે ઉભા થયા તો વિરોધ શરૂ થઇ ગયો. પાછળ ઉભેલા યુવાનોના જૂથે કાળા કપડા અને ઝંડા લહેરાવવાનું શરૂ કર્યું. તેઓ સતત મોદી-મોદીના નારા પણ લગાવી રહ્યા હતા. જોકે, આ સૂત્રોચ્ચાર અને કાળા ઝંડા લહેરાવવામાં આવ્યા તે દરમિયાન ઓવૈસી અટક્યા ન હોતા. તેઓ ભાષણ આપતા જ રહ્યા. અસદુદ્દીન ઓવૈસીની કોઈપણ જાહેર સભામાં કાળા ઝંડા ફરકાવવાની આ પહેલી ઘટના છે. ઓવૈસીએ વિરોધ કરનારાઓને પણ કશું કહ્યું નહીં. તેમણે તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં વાત કરી હતી. લોકોને જણાવ્યું કે, AIMIM ઉમેદવારો ચૂંટણી જીતશે તો તેઓ કયા મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરશે.
ગયા અઠવાડિયે ઓવૈસી પર પથ્થરમારો થયો હતો!
ગયા અઠવાડિયે, AIMIMના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે વંદે ભારત ટ્રેનમાં પાર્ટીના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસે આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો હતો. જણાવી દઈએ કે, ગુજરાતમાં બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 182 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીને શાસક ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો તરીકે જોવામાં આવી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter