Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોદી સરકારે રાજ્યનું જળસંકટ 10 વર્ષમાં દૂર કર્યું હતું: અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી

12:59 AM Apr 23, 2023 | Vipul Pandya

અમદાવાદના શેલામાં તળાવના નવિનીકરણ પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં PPP ધોરણે તળાવનો વિકાસ કરવામાં આવશે.અંદાજે 5 કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થશે.આજના આ કાર્યક્ર્મમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ પાર્ટી કાર્યકરો અને મોટી સંખ્યાંમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. 
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આજનો નાનકડો કાર્યક્રમ  શેલાના તળાવના પુનઃ નિર્માણનો છે પરંતુ આનો ઉદેશ્ય ખૂબ મોટો છે, ભવિષ્યની જરૂરિયાત છે જળ, તેથી તેનું સંરક્ષણ જરુરી છે. પાણીના સંરક્ષણ માટે, સમાજને જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અથાગ કાર્યો કર્યા છે. ગુજરાતના વિકાસની સૌથી મોટી સમસ્યા પાણી હતી તેમાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. નરેન્દ્રભાઇ જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે રાજ્યનું જળસંકટ 10 વર્ષમાં દૂર કર્યું છે. મારા ગામમાં પણ વર્ષો જૂની વાવ જેને લાખા વણઝારાની વાવ તરીકે ઓળખાય છે, જે જળસંચય માટે જરૂરી છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે  75 તળાવો બનાવવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ કરી છે, તો  આપણે 80 તળાવ બનાવવાના છે. જેનાથી જળસંચય તો થશે સાથે પર્યાવરણની જાળવણી પણ થશે. દરેક તળાવ આસપાસ  નાનકડું વન ઉભુ કરાશે જેનાથી આસપાસના વિસ્તારનું તાપમાન નિયત્રંણમાં રહેશે.
સાથે જ તેમણે ઉમેર્યુ કે, સરકાર યુવાનો, વૃદ્ધ તેમજ મહિલાઓના આરોગ્યની જાળવણી માટે પણ કામ કરશે. ગુજરાતના મુખ્યમંત્રીએ નરેન્દ્ર ભાઇની યોજનાઓને જન જન સુધી પહોંચાડી છે. આયુષ્યમાન કાર્ડ, અન્ન યોજના, સગર્ભા મહિલાઓ માટેની યોજનાઓ ખુબ લાભદાયી નીવડી છે. આવનાર સમયમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર દેશનું સૌથી વિકસિત બનશે. સાથે જ આ મત ક્ષેત્ર લીલુંછમ બની રહેશે તેવું વચન આપું છું.
શેલા તળાવના નવીનીકરણ અને બ્યુટિફિકેશન પ્રોજેક્ટની મુખ્ય બાબતો
શેલા તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન થતાં શેલા ગામ ઉપરાંત આસપાસના નવા વિકસતાં વિસ્તારના હજારો લોકોને અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં એક લેક ઝોન હશે અને બીજો પબ્લિક પાર્ક ઝોન 
શેલાના બારમાસી તળાવના ઇનફ્લો અને આઉટફ્લોની ડિઝાઇનમાં સિટી સ્ટોર્મ વૉટર મેનેજમેન્ટ પ્લાનને એકીકૃત        કરીને આખા વિસ્તાર માટે ફ્લડ પ્રૂફિંગ ડિવાઇસ સ્થાપવામાં આવશે. 
અસરકારક ભૂગર્ભ જળ રિચાર્જ થાય એવી વ્યવસ્થા 
મિયાવાકી પદ્ધતિથી વાવેતર કરીને તળાવની આસપાસ શહેરી વન
પબ્લિક પાર્ક ઝોનમાં વૉક-વે, જળાશય પર પગપાળા પુલ, રમતનાં સાધનો સાથે બાળકોના રમતનાં મેદાન, શેડવાળી બેઠકો ધરાવતા પિકનિક સ્પોટ, વ્યાયામ અને યોગ માટે આઉટડોર જિમ્નેશિયમ, બેઠક સાથે વરિષ્ઠ નાગરિક વિસ્તાર  
મૂર્તિ વિસર્જન માટે કોમ્યૂનિટી સ્પેસ, પાર્કિંગ વ્યવસ્થા વગેરે અનેક સુવિધાઓ 
આ ઉપરાંત ગામના પશુઓ માટે તળાળ ઝોનની બહાર હાલમાં ઉપયોગમાં લેવાતા પશુ માર્ગો પર પીવાના પાણીની ટાંકીઓ પણ ગોઠવવામાં આવશે
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે આ કાર્યક્રમ પહેલાં  તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં 200 કરોડના વિકાસ કાર્યક્રમ લોકાર્પણમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા.