![](https://www.gujaratfirst.com/imgs/news/9454.jpg?v=1656682083)
પાકિસ્તાનમાં વીજળીની અછતને
કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ ઠપ થઈ ગઈ છે. પાકિસ્તાન નેશનલ ઈન્ફોર્મેશન
ટેક્નોલોજી બોર્ડ (NITB)એ પણ આ અંગે ચેતવણી જાહેર કરી
છે. NITBએ આ વિશે એક ટ્વિટમાં લખ્યું છે
કે દેશભરમાં કલાકો સુધી પાવર કટ છે. તેનાથી પરેશાન થઈને ટેલિકોમ ઓપરેટરોએ મોબાઈલ
અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ચેતવણી આપી છે. પાવર કટના કારણે ઓપરેટરોને મુશ્કેલી
પડી રહી છે અને તેઓ તેમની સેવાઓ ચાલુ રાખી શકતા નથી.
![](https://www.gujaratfirst.com/imgs/editor/1184004321pakistan.jpg)