+

મંત્રી Rushikesh Patel એ ધરણાને ચૂંટણીલક્ષી ગણાવ્યા

Rushikesh Patel : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આગામી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્રની રાજકોટ (Rajkot) ની ભૂમિ ઉપરથી AIIMS ના લોકાર્પણ સાથે લગભગ 48 હજાર…

Rushikesh Patel : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આગામી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ સૌરાષ્ટ્રની રાજકોટ (Rajkot) ની ભૂમિ ઉપરથી AIIMS ના લોકાર્પણ સાથે લગભગ 48 હજાર કરોડ રૂપિયાના કામોના ભૂમિપુજન, ખાતમુર્હત વગેરે કરવાના છે. આ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી. વળી તેમણે સત્યાગ્રહ છાવણી (Satyagrah Camp) ખાતે કર્મચારીઓના ઘરણા અંગે કહ્યું કે, ચૂંટણી (Election) આવે એટલે આવા નાના-મોટા આંદોલન (Protest) થતા હોય છે. કર્મચારીઓની માંગણીઓ અંગે જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું.

PM મોદી કરશે AIIMS નું લોકાર્પણ

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને ખૂબ મોટા પ્રોજેક્ટ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિએ આવવાના છે. જ્યા તેઓ AIIMS નું લોકાર્પણ કરવાના છે. PM મોદી AIIMS નું લોકાર્પણ સાથે લગભગ 48 હજાર કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપશે. તેમણે આગળ કહ્યું કે, રાજકોટમાં વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટિસ્પેશિયાલિટી ફેસિલિટી ઉભી થઇ રહી છે. તેમણે આગળ કહ્યું કે, દેશની રાજધાની દિલ્હી જેવી જ AIIMS રાજકોટમાં ચાલું થશે. આ સાથે રાજકોટમાં 720 બેડ પૈકી 250 બેડ AIIMS માં ચાલુ થશે. ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, દેશભરના અલગ-અલગ રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી ખૂબ મોટા પ્રોજેક્ટ મળતા થયા છે. કોઇ પણ રાજકીય વિશ્લેષણ વિના જ દરેક રાજ્યોમાં આ પ્રકારના કામો થઇ રહ્યા છે.

મં

મંત્રી ઋષિકેશ પટેલે કર્મચારીઓની માંગ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું

મંત્રીને જ્યારે પુછવામાં આવ્યું કે, સત્યાગ્રહ છાવણીમાં જુની પેન્શન યોજના અને કાયમી ભરતી કરવાના દાવાઓને લઇને આજે આપની જ સરકારના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે તેમની માંગો અંગે સરકાર શું વિચારે છે ? જેના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આવા નાના-મોટા આંદોલનો થતા જ રહે. કર્મચારીઓની માંગ મુદ્દે તેમણે આગળ કોઇ જવાબ આપવાનું ટાળ્યું હતું.

આ પણ વાંચો – Gandhinagar : સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવાઈ, જાણો શું છે કારણ

આ પણ વાંચો – 25મી ફેબ્રુઆરીએ PM Modi દ્વારકાના મહેમાન બનશે, કૃષ્ણ નગરીમાં ઉત્સાહનો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter