+

મેક્સિકન નેવીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 14 લોકોના થયા મોત

મેક્સિકન નેવીના હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. નેવીના આ બ્લેક હેલિકોપ્ટરના ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળી રહેલી માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરમાં 15 લોકો હતા, જેમાંથી 14 લોકોના મોત થયા છે જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. નેવી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરન
મેક્સિકન નેવીના હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે. નેવીના આ બ્લેક હેલિકોપ્ટરના ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળી રહેલી માહિતી અનુસાર, આ હેલિકોપ્ટરમાં 15 લોકો હતા, જેમાંથી 14 લોકોના મોત થયા છે જ્યારે એક શખ્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. 
નેવી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરના આ ભયાનક અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, મેક્સિકોના સિનાલોઆ વિસ્તારમાં નેવીનું બ્લેક હોક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અકસ્માતના સમાચાર મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ નેવલ એરક્રાફ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયાના પણ સમાચાર છે. નેવીએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ મેક્સિકોમાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકો માર્યા ગયા હતા. ખાસ વાત એ છે કે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આર્મી પ્લેન દુર્ઘટનામાં જીવિત એકમાત્ર શખ્સ સિનાલોઆ રાજ્યમાં સારવાર હેઠળ છે. જોકે આ વ્યક્તિની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે. 
નેવીએ કહ્યું કે, અમે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કરીએ છીએ. આ દુર્ઘટનાને ખૂબ જ ગંભીર માનવામાં આવે છે કારણ કે આ ઘટના મેક્સિકન ડ્રગ માફિયા રાફેલ કેરો ક્વિંટેરોની ધરપકડ પછી તુરંત જ બની હતી. રાફેલ પર લાંબા સમયથી ગેરકાયદે ડ્રગ્સના વેપારનો આરોપ છે. FBI પણ તેને લાંબા સમયથી શોધી રહી હતી અને FBIએ તેને 10 મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં મૂક્યો છે.
Whatsapp share
facebook twitter