+

અર્ચના નાગ સેક્સ સ્કેન્ડલમાં BJDના અનેક નેતાઓના નામ , તપાસમાં હવે EDની એન્ટ્રી

ઓડિશાના પ્રખ્યાત અર્ચના નાગ સેક્સ સ્કેન્ડલમાં સત્તારૂઢ બીજેડી સરકારના ઘણા નેતાઓ સંડોવાયેલા છે.અર્ચના નાગ સાથે બીજેડી નેતાઓની તસવીરો સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ એન્ટ્રી કરી છે. માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીએ ઓડિશા પોલીસ પાસેથી આ મામલામાં એફઆઈઆરની કોપી માંગી છે.પોલીસ કમિશનર સૌમેન્દ્ર પ્રિયદર્શીએ કહ્યું કે ED અà
ઓડિશાના પ્રખ્યાત અર્ચના નાગ સેક્સ સ્કેન્ડલમાં સત્તારૂઢ બીજેડી સરકારના ઘણા નેતાઓ સંડોવાયેલા છે.અર્ચના નાગ સાથે બીજેડી નેતાઓની તસવીરો સામે આવી રહી છે. આવી સ્થિતિમાં હવે આ હાઈપ્રોફાઈલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ એન્ટ્રી કરી છે. માહિતી અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીએ ઓડિશા પોલીસ પાસેથી આ મામલામાં એફઆઈઆરની કોપી માંગી છે.
પોલીસ કમિશનર સૌમેન્દ્ર પ્રિયદર્શીએ કહ્યું કે ED અધિકારીઓએ અર્ચના નાગ કેસમાં નોંધાયેલી FIRની નકલ માંગી છે. શક્ય છે કે ટૂંક સમયમાં ED આ કેસની નવેસરથી તપાસ શરૂ કરે. હકીકતમાં, પોલીસે તાજેતરમાં અર્ચના નાગના ઘરેથી મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ અને કોમ્પ્યુટર જપ્ત કર્યા હતા. આ પછી, આ કેસમાં નાણાકીય લેવડદેવડ અને અનિયમિતતાનો એંગલ સામે આવ્યો,જે પછી પોલીસે કહ્યું હતું કે જો આ કેસમાં ખાનગી લોકો સંડોવાયેલા હશે, તો ઇડી અથવા આવકવેરા વિભાગ તપાસ કરી શકે છે.
મહિલાની ફરિયાદ પર FIR નોંધવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે હાલમાં જ એક મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે થોડા વર્ષો પહેલા અર્ચના નાગે તેના ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો. આ પછી તેની અશ્લીલ તસવીરો લેવામાં આવી હતી, જેનો ઉપયોગ કરીને સેક્સ વીડિયો બનાવવામાં આવ્યા હતા. મહિલાએ જણાવ્યું હતું કે આ વીડિયોનો ઉપયોગ ઘણા રાજકીય અને મોટા લોકોને બ્લેકમેલ કરવા માટે કરવામાં આવ્યો હતો.
ઘણા મોટા નેતાઓ સાથે અર્ચનાની તસવીરો
આ કેસ ચાલુ હોવાથી નવા ખુલાસા થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં બીજેડીના ઘણા નેતાઓ સાથે અર્ચના નાગની તસવીરો સામે આવી છે, જેના કારણે પોલીસ માટે પણ મામલો પેચીદો બની રહ્યો છે. વાત એવી છે કે ભાજપ સરકારે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. બીજી તરફ આ કેસમાં EDની એન્ટ્રી બાદ ED અર્ચનાના પતિ જગબંધુ ચંદ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરે તેવી શક્યતા છે.
Whatsapp share
facebook twitter