+

‘ગુજરાતી અને રાજસ્થાની’નિવેદન માટે મહારાષ્ટ્રના રાજ્યપાલે માંગી માફી, કહ્યું- મારાથી થઈ હતી ભૂલ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ 'ગુજરાતી અને રાજસ્થાની' વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે. રાજ્યપાલે કહ્યું હતું કે જો મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવવામાં આવશે તો શહેર પાસે ન તો પૈસા હશે કે ન તો આર્થિક રાજધાનીનો દરજ્જો. તેમના નિવેદનનો વ્યાપક વિરોધ થયો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પોતે આનો વિરોધ કર્યો હતો. તમામ રાજકીય વર્તુળોના વિરોધને ધ્યાનમàª

મહારાષ્ટ્રના
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ
ગુજરાતી
અને રાજસ્થાની
વિશે કરેલી ટિપ્પણી બદલ માફી માંગી છે.
રાજ્યપાલે કહ્યું હતું કે જો મુંબઈમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવવામાં આવશે
તો શહેર પાસે ન તો પૈસા હશે કે ન તો આર્થિક રાજધાનીનો દરજ્જો. તેમના નિવેદનનો
વ્યાપક વિરોધ થયો હતો. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ પોતે આનો વિરોધ કર્યો હતો. 
તમામ
રાજકીય વર્તુળોના વિરોધને ધ્યાનમાં રાખીને
, રાજ્યપાલ કોશ્યારીએ સોમવારે એક લાંબું નિવેદન બહાર પાડ્યું અને માફી
માંગી. કોશ્યારીએ શુક્રવારે સાંજે એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું
, જેણે અનેક રાજકીય પક્ષોએ વાંધો ઉઠાવ્યા
બાદ વિવાદ ઉભો કર્યો હતો.


માફી
માંગતા રાજ્યપાલે લખ્યું કે ગત 29મી મેના રોજ એક જાહેર કાર્યક્રમમાં મુંબઈના
વિકાસમાં કેટલાક સમુદાયોના યોગદાનની પ્રશંસા કરવામાં કદાચ મારા તરફથી કોઈ ભૂલ થઈ
ગઈ હતી.
અગાઉ
શનિવારે
, રાજ્યપાલે કહ્યું હતું કે તેમની
ટિપ્પણી “વિકૃત” હતી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો ઈરાદો
મહારાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં મહેનતુ મરાઠી ભાષી સમુદાયના યોગદાનનું અપમાન
કરવાનો ન હતો.


મુંબઈ
અંગે રાજ્યપાલની ટિપ્પણી સાથે સહમત નથીઃ સીએમ શિંદે

અગાઉ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ
શિંદેએ શનિવારે કહ્યું હતું કે તેઓ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મુંબઈ અંગેની
ટિપ્પણી સાથે સહમત નથી. તેમણે કહ્યું કે શહેરના વિકાસમાં મરાઠી લોકોએ આપેલા
યોગદાનને ક્યારેય અવગણી શકાય નહીં. તેમણે કહ્યું કે રાજ્યપાલ બંધારણીય પદ પર છે
અને તેમણે પોતાના નિવેદનોથી કોઈને દુઃખ ન પહોંચે તેની કાળજી રાખવી જોઈએ.

Whatsapp share
facebook twitter