+

પ્રેમીના વિશ્વાસે યુવતી પતિને મુકીને ભાગી, પ્રેમીના 3 મિત્રોએ કર્યું સામુહિક દુષ્કર્મ

અમદાવાદનાં કારંજ પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય પરિણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી. જોકે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે ગઇ હતી ત્યારે ચક્કર આવતા હોવાનુàª

અમદાવાદનાં કારંજ પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષીય પરિણીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસો પહેલા પરિણીતા પતિ સાથે ઢાલગરવાડમાં ખરીદી કરવા આવી હતી. જોકે તેનાં લગ્ન પહેલા તેને કાસીન્દ્રા ગામમાં રહેતા જાવેદ મકરાણી નામનાં યુવક સાથે પ્રેમસંબંધ હતો. જે જાવેદે યુવતીને પોતાની સાથે ભાગવાનું કહેતા યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને લાલદરવાજા પતિ સાથે ગઇ હતી ત્યારે ચક્કર આવતા હોવાનું પતિને કહેતા પતિ પાણીની બોટલ લેવા ગયો હતો તે સમયે યુવતી તકનો લાભ લઇને ફરાર થઈ ગઈ હતી.જે મામલે પતિએ કારંજ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી..પ્રેમીએ તેના મિત્રો સાથે આવવા કહેતા યુવતી તેના ઝાંસામાં આવી યુવતીનાં પ્રેમી જાવેદે પોતે તેને લેવા આવી શકતો ન હોવાનું જણાવી પોતાનાં મિત્રોને લેવા મોકલ્યા છે તેમ જણાવ્યું હતુ અને સરખેજનાં ઉજાલા સર્કલ પાસે બોલાવી હતી, જ્યાં જાવેદ મકરાણીનો મિત્ર રોનક સુથાર અને તેની સાથેનાં 2 મિત્રો આ યુવતીને કારમાં બેસાડી મોરબી તરફ લઈ ગયા હતાં. જ્યાં ત્રણેય મિત્રોએ યુવતીની સાથે જબરદસ્તી કરી હતી. જોકે યુવતી ગભરાઈ જતા ત્રણમાંથી બે આરોપીઓ  ભાગી ગયા હતા જ્યારે મહેશ નામનો એક આરોપી તેને લઈને રાજકોટ પહોંચ્યો હતો, જ્યાં એક હોટલમાં લઈ જઈને ફરીથી યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જે બાદ પણ યુવતીનો પ્રેમી જાવેદ ન આવતા તેણે યેનકન પ્રકારે પોતાનાં પરિવારજનો સંપર્ક સાધ્યો હતો..અસલાલી પોલીસે પ્રેમી અને મિત્રને ઝડપયાપોલીસે રાજકોટ પહોંચીને યુવતીને પરત લાવીને આ સમગ્ર મામલે પુછપરછ કરતા તેની સાથે ગેંગરેપ થયો હોવાનું ખુલતા આ સમગ્ર મામલે કારંજ પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે આ મામલે ગુનો નોંધાતા પોલીસ વિભાગ પણ સક્રિય થયો હતો અને અસલાલી પોલીસે કાસિન્દ્રાથી સરખેજ જતા રોડ પરથી બાતમીનાં આધારે ગેંગરેપનાં ગુનામાં સામેલ સરખેજનાં રોનક સુથાર અને યુવતીનાં પ્રેમી જાવેદ મકરાણીને ઝડપી લીધા છે. આરોપીઓ કારંજના ગુનામાં સામેલ હોવાથી તેમને કારંજ પોલીસને સોંપવામા આવ્યા છે.આ મામલે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓને પકડવા કારંજ પોલીસે કવાયત તેજ કરી છે.

Whatsapp share
facebook twitter