+

KSHATRIYA ANDOLAN : ક્ષત્રિય આંદોલનનો આવ્યો અંત ? જાણો સંકલન સમિતિના પ્રવક્તાએ શું કહ્યું ?

ક્ષત્રિય સમાજના આંદોલનને (KSHATRIYA ANDOLAN) લઈને મોટા સમાચાર આવ્યા છે. સંકલન સમિતિએ (Kshatriya Samaj Sankalan Samiti) આંદોલનને લઈને મોટી જાહેરાત કરી છે. સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજના આંદોલનને હાલ પૂરતો વિરામ…

ક્ષત્રિય સમાજના આંદોલનને (KSHATRIYA ANDOLAN) લઈને મોટા સમાચાર આવ્યા છે. સંકલન સમિતિએ (Kshatriya Samaj Sankalan Samiti) આંદોલનને લઈને મોટી જાહેરાત કરી છે. સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજના આંદોલનને હાલ પૂરતો વિરામ આપ્યો છે. સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ આ અંગે જાહેરાત કરી કહ્યું કે, આ એક વિરામ છે પૂર્ણવિરામ નથી.

આ વિરામ છે પૂર્ણવિરામ નથી : કરણસિંહ ચાવડા

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) દરમિયાન ખબૂ જ ચર્ચાસ્પદ રહેલ ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, સંકલન સમિતિએ ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આંદોલનને હાલ પૂરતો વિરામ આપ્યો છે. સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ (Karan Singh Chawda) આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, આ વિરામ છે પૂર્ણવિરામ નથી… કોઈ પણ પાર્ટી સાથે અમારો કોઈ વિરોધ નથી. અમને પ્રતિનિધિત્વ નહીં મળે તો શું કરવું તે ચર્ચા કરીશું. તેમણે આગળ કહ્યું કે, જેમ કથામાં વિરામ હોય તેમ અમારા આંદોલનના વેગમાં હાલ પૂરતો વિરામ છે. આ કોઈ પૂર્ણવિરામ નથી. તેમણે કહ્યું કે, મતદાન પૂર્ણ થતાં સંકલન સમિતિ અને કોર કમિટીની બેઠક થઈ હતી, જેમાં ગુજરાતભરના આગેવાનો હાજર હતા અને આ બેઠકમાં ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

‘અમારા પ્રતિનિધિ ચૂંટણીઓમાં હોય તેવી માંગ કરીશું’

કરણસિંહ ચાવડાએ આગળ જણાવ્યું કે, આજની બેઠકમાં આગામી કાર્યક્રમોને લઈને પણ ચર્ચા થઈ હતી. સાથે જ આગામી ચૂંટણીઓમાં અમારા પ્રતિનિધિ હોય તેવી પણ અમારી માગો પર ચર્ચા કરી હતી. જે તે સમયે અમે અમારા પ્રતિનિધિ ચૂંટણીઓમાં હોય તેવી માંગ કરીશું. જણવી દઈએ કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિરુદ્ધ ક્ષત્રિય સમાજે ઊગ્ર વિરોધ દાખવ્યો હતો. આ વિરોધને જોતા પરશોત્તમ રૂપાલાએ અનેક વખત જાહેર મંચ પરથી માફી માગી હતી. ઉપરાંત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (CR. Patil) પણ સમાજની માફી માગી હતી.

વિવિધ રાજપૂત સમાજનો BJP ને ટેકો

મતદાન પહેલા ક્ષત્રિય આંદોલનને જોતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel), ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત કેટલાક ક્ષત્રિય આગેવાનોએ પણ સમાજને આંદોલન સમાપ્ત કરી સુખદ નિરાકરણ માટે અપીલ કરી હતી. જો કે, તેમ છતાં ક્ષત્રિય આંદોલન (KSHATRIYA ANDOLAN) યથાવત રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા અને જામનગરમાં (Jamnagar) સભા કરી હતી. દરમિયાન, પીએમ મોદી (PM Narendra Modi) જામસાહેબને મળ્યા હતા અને જામસાહેબે (Jamsaheb) તેમને હાલારી પાઘડી પહેરાવી હતી. પીએમ મોદીના પ્રવાસ બાદ ક્ષત્રિય દરબાર સમાજ, ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂત અને ખાંટ રાજપૂત સહિત વિવિધ સમાજના લોકોએ ભાજપને (BJP) ટેકો જાહેર કર્યો હતો.

આ પણ વાંચો – Padminiba : પદ્મિની બાનો ઓડિયો મેસેજ, કહ્યું- PT મામા તમે હિમ્મત કરી, તમારી પર માન છે, પણ તમે..!

આ પણ વાંચો – RUPALA CONTROVERSY : BJP માં રહી વિરોધી પ્રવૃત્તિ કરનારાઓની યાદી તૈયાર! પરિણામ બાદ મોવડી મંડળ કરશે કાર્યવાહી

આ પણ વાંચો – ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પરશોત્તમ રૂપાલાની માફીને રાજકીય ગણાવી

Whatsapp share
facebook twitter