+

Rajya Sabha Elections: જે.પી.નડ્ડા સહિત BJP ના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા

Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભા(Rajya Sabha Elections)ની 4 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને…

Rajya Sabha Elections: ગુજરાતમાં રાજ્યસભા(Rajya Sabha Elections)ની 4 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડો.જશવંતસિંહ પરમારને બિનહરિફ વિજેતા જાહેર કરાયા છે.

4 બેઠકો પર યોજાઇ હતી ચૂંટણી

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપ તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને ડો.જશવંતસિંહ પરમારના નામો જાહેર કરાયા હતા. ત્યારબાદ ચારેય ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ત્યારબાદ અપક્ષ ઉમેદવારી કરનાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોના સમર્થનના અભાવે રદ્દ કરાયું હતું અને ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. રજની પટેલ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવી છે. રજની પટેલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના (J P Nadda) ડમી તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

4 ઉમેદવારો વિજેતા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં ગયા છે. મંગળવારે બપોરે વિધાનસભા ખાતે ચૂંટણી અધિકારી પાસે મયંક નાયક, ડો જશવંતસિંહ પરમાર, ગોવિંદ ધોળકીયા પહોંચ્યા હતા. ત્યારબાદ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં કામ થઇ રહ્યું છે

આ તબક્કે મયંક નાયકે કહ્યું કે મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશમાં કામ થઇ રહ્યું છે. આજે ગુજરાતની 4 બેઠક બિનહરીફ થઇ છે. આજે બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. હું તમામનો આભાર માનું છું. ડબલ એન્જિન સરકારમાં અને પીએમના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે.

આ પણ વાંચો—–HINDU : હિન્દુ મહિલા કરી શકશે યજ્ઞ, આ છે નવી હિન્દુ આચાર સંહિતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter