+

Lok Sabha 2024 : ગુજરાત ભાજપનો માસ્ટરપ્લાન તૈયાર, જૂના જોગીઓને સોંપાઈ કમાન

મિશન લોકસભા 2024 (Loksabha 2024) માટે જૂના જોગીઓને કમાન સોંપાઈ છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે.સી. પટેલનો પણ…

મિશન લોકસભા 2024 (Loksabha 2024) માટે જૂના જોગીઓને કમાન સોંપાઈ છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે.સી. પટેલનો પણ ટીમમાં સમાવેશ થાય છે. તો નરહરિ અમીન, બાબુભાઈ જેબલિયાનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.

ભાજપના જુનાં જોગીના હાથે સોંપવામાં આવી કમાન

આગામી ચૂંટણી (Loksabha 2024)માં ફરી ભાજપે 26 લોકસભા બેઠક પર જીત મેળવવા માટે તમામ બેઠકો પર જવાબદારીઓ નક્કી કરી છે. આ કમાન ભાજપ (Lok Sabha 2024)ના જુનાં જોગીના હાથે સોંપવામાં આવી છે. રાજ્યની 26 બેઠકોના 8 ક્લસ્ટર જૂથ બનાવાયા છે. લોકસભાની ચૂંટણીને આડે હવે ચાર મહિના બાકી છે અને ભાજપે અત્યારથી જ બૂથ લેવલ સુધીની તૈયારીઓ કરી લીધી છે. આ વખતે પણ સતત ત્રીજી વખત મોદી સરકાર રચવા અને 400 કરતા વધુ બેઠકો મેળવવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ઝીણામાં ઝીણી બાબતોને આવરી લઇને માઇક્રો પ્લાનિંગ કરાઇ રહ્યું છે.

કોને કઈ બેઠકની જવાબદારી?
નામ બેઠક
પ્રદીપસિંહ જાડેજા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર, જૂનાગઢ, અમરેલી
આર. સી. ફળદુ રાજકોટ, જામનગર, પોરબંદર
નરહરિ અમીન ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ
અમિત ઠાકર બનાસકાંઠા, પાટણ, કચ્છ
બાબુ જેબલિયા સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા
કે. સી. પટેલ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર
જ્યોતિ પંડ્યા સુરત, નવસારી, વલસાડ, બારડોલી

આ પણ વાંચો : Bhupendra Patel : ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’

ભાજપના આ તમામ સિનિયર નેતાઓને ગુજરાતની વિવિધ લોકસભાની બેઠકોની જવાબદારી આપવામાં આવી છે અને આ આગેવાનો ખુબ જલ્દીથી પોતાની જવાબદારી સંભાળી લઇને આ બેઠકો પર સંગઠનને વધુ મજબૂત કરશે. ભાજપ હજું પણ આ પ્રકારના ઘણા નિ્ણયો લેશે અને છેક બુથ લેવલ સુધીની તૈયારી કરશે. ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણીને આડે હવે માડ ચાર મહિનાનો સમય રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો—BHUPENDRA PATEL : ‘પહેલા રોડ બનાવામાં આવે અને પછી ગટરવાળો આવી જાય’

Whatsapp share
facebook twitter