+

KKR VS DC : KKR એ ટોસ જીતી કરી બેટિંગની પસંદગી, જાણો મેચમાં કોણ કેટલું મજબૂત

KKR VS DC : IPL 2024 નો રોમાંચ હવે ધીરે ધીરે તેની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે. ત્યારે આજરોજ દિલ્હી કેપિટલ્સ ( DC ) અને કોલકાતા નાઈટ રાઈડર્સ ( KKR…

KKR VS DC : IPL 2024 નો રોમાંચ હવે ધીરે ધીરે તેની ચરમ સીમા ઉપર પહોંચ્યો છે. ત્યારે આજરોજ દિલ્હી કેપિટલ્સ ( DC ) અને કોલકાતા નાઈટ રાઈડર્સ ( KKR )  વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમમાં એકબીજા સામે મુકાબલામાં ઉતારવા માટે તૈયાર છે. આ મેચ ટક્કરનીં રહેશે તેના અણસાર ખૂબ જ છે. કારણ કે, બંને ટીમો પોતાની છેલ્લી મેચ જીતને આવી છે એટલે માટે તેમના આત્મવિશ્વાસ આસમાને હશે. IPL 2024 માં દિલ્હીની આ ચોથી મેચ હશે જ્યારે કોલકાતા ( KKR ) તેની ત્રીજી મેચ રમશે. DC ત્રણ મેચમાંથી 2 પોઈન્ટ અને -0.016 ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર 7મા ક્રમે છે. જ્યારે કેકેઆરના 2 મેચમાં 4 પોઈન્ટ છે. તે +1.047ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે.

TOSS : આ મેચમાં હાલ KKR ના સુકાની શ્રેયશએ ટોસ જીતીને બેટિંગની પસંદગી કરી છે.

HEAD TO HEAD

દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે ( KKR ) એકબીજા સામે 33 મેચ રમી છે. બને ટીમ વચ્ચે કાંટાની ટક્કર છે. બને વચ્ચે રમાયેલ આ 33 મેચમાં KKR એ 16 મેચ અને DC એ 15 વખત બાજી મારી છે. ત્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. હવે આ મેચમાં બને ટીમ જીતને પોતે આગળ રહેવાનો પ્રયાસ ચોક્કસ કરશે.

નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં IPL 2023 માં જ્યારે આ બંને ટીમો છેલ્લી વખત ટકરાયા ત્યારે તે લો-સ્કોરિંગ રહી છે. જેમાં દિલ્લીની ટીમે જીત મેળવી હતી. હવે આ મેચમાં KKR તેનો બદલો લેવા માંગશે.

MATCHES PLAYED BETEEN KKR VS DC : 33

KKR WON : 16

DC WON : 15

NO RESULTS : 1

PITCH REPORT

વિશાખાપટ્ટનમની આ પીચ બેટ્સમેનોને ખૂબ જ મદદ કરે છે. સારા બાઉન્સને કારણે બેટ અને બોલ વચ્ચે સારો સંપર્ક છે. મેચ હાઈ સ્કોરિંગ થવાની આશા છે. સપાટ પિચને કારણે બેટ્સમેન સ્પિન સામે મુક્ત રીતે રમી શકશે. દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ શકે છે. અહીં 14 T20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને સાત વખત સફળતા મળી છે. સાત વખત બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ જીતી છે.

KKR VS DC PLAYING 11

DC (પ્લેઇંગ ઇલેવન): પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિક નોર્ટજે, ઇશાંત શર્મા, ખલીલ અહેમદ

KKR (પ્લેઈંગ ઈલેવન): ફિલિપ સોલ્ટ (ડબ્લ્યુ), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (સી), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના સુકાની પદનો આવશે અંત! આ પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો

Whatsapp share
facebook twitter