+

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અને પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા

જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વળી ભાજપમાં વિવિધ આગેવાનો જોડાવવાનો સિલસિલો પણ યથાવત છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના 1500થી વધુ કન્વિનરો ઉપરાંત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જણાવી દઇએ કે, કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સમર્થકો સાથે કમલમ પહોંà
જેમ જેમ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વળી ભાજપમાં વિવિધ આગેવાનો જોડાવવાનો સિલસિલો પણ યથાવત છે. તાજેતરમાં મળી રહેલા સમાચાર મુજબ, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના 1500થી વધુ કન્વિનરો ઉપરાંત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જણાવી દઇએ કે, કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં પહોંચેલા કરણી સેનાના કાર્યકરોએ રાજ શેખાવત સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. 
કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ સ્વાગત કર્યું
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત અને અન્ય કાર્યકરો સહિત પાસના 1500થી વધુ કન્વિનરોનું આજે કમલમ ખાતે પ્રદીપસિંહ વાઘેલાએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રદીપસિંહે પોતાના નિવેનદમાં કહ્યું કે, આજે કમલમ ખાતે ભાજપમાં રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા છે તેમનું હું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે, 8 તારીખે ગુજરાતની જનતા ભાજપને જીતાડશે, આ તમામ લોકો ભાજપમાં મોદીજીના હાથ મજબૂત કરવા માટે જોડાયા છે. 
પાસ કન્વિનર જયેશ પટેલે શું કહ્યું?
વળી આ દરમિયાન પાસ કન્વિનર જયેશ પટેલે પોતાના નિવેદનમાં કહ્યું કે, છેલ્લા 2002થી આજે 2022 સુધી કોંગ્રેસની જવાબદારી નિભાવી છે. ઉપરાંત 2015ના પાટીદાર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સતત સામાજિક અને રાજકીય થકી લોકસેવા કરવા માટે અમે આજે ભાજપમાં જોડાયા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરોની સતત અવગણના કરવામાં આવી રહી છે, કોંગ્રેસના 30 આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે. અમે આજથી ભાજપમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અમે ભાજપમાં તમામ જવાબદારી નિભાવવા તૈયાર છીએ. ગુજરાતના લોકોના હિતમાં કામ કરતા રહીશું. ફી મુદ્દે કોરોના હોવાને કારણે રજૂઆત કરતા હતા ત્યારે સરકારે આમારી રજૂઆત સાંભળી હતી, ફિમાં માફી આપી તેથી સરકારનો આભાર. લોકો માટે સારું કરવાની ભાવના સાથે અમે ભાજપમાં જોડાયા છીએ. સત્તા પક્ષ સાથે લોકોનો મુદ્દો મૂકી લોકોના પ્રશ્ન સોલ્વ કરીશું. પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચાયા છે અને હજું પણ ભવિષ્યમાં કેસો પાછા ખેંચાશે. હાર્દિક પટેલ જોડાયા ત્યારે તે તેમનો નિર્ણય હતો, મને આજે સારું લાગ્યું એટલે હું જોડાયો. 
શું કહે છે રાજ શેખાવત?
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે, હું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપનો આભાર માનું છે. અમે 2017થી લોક સેવા કરીએ છીએ. હવે સત્તા પરથી જન સેવાનું કાર્ય આગળ વધારીશું. કોઈપણ ઘટના બની ત્યારે ક્ષત્રિયને યાદ કરવામાં આવી રહ્યા છે. હવેથી દર મહિને જિલ્લાની ટીમ ભાજપમાં જોડાશે. આંદોલનકારી માટે ધરપકડ થતી હોય છે, આ પહેલા સરકાર સામે અમારી લડત હતી. પરંતું હવે લોકસેવાનો મોકો ભાજપે આપ્યો છે. અમારો નિર્ણય ક્ષત્રિય અને ગુજરાતની જનતા માટે સારો છે. અમારી અપેક્ષા એક જ છે ભાજપ દેશહિતમાં કામ કરે એને ગતી મળે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter