+

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સૌપ્રથમવાર સિંહની આંખની સર્જરી, દ્રષ્ટિહીન સિંહને નવી દ્રષ્ટિ મળી

કુદરતે દરેક પ્રાણીની રચનામાં સમાનતા રાખી છે, જે કાંઈ રોગ કે શારીરીક તકલીફો મનુષ્યને થાય છે તેવી જ તકલીફો પ્રાણીઓને પણ થાય છે. ખાલી ફરક એટલો છે કે મનુષ્ય પાસે વાચા છે એટલે પોતાની તકલીફનું તે વર્ણન કરી શકે છે જ્યારે પ્રાણીઓ પાસે વાચા ન હોવાથી તેઓ પોતાની તકલીફનું વર્ણન નથી કરી શકતા. પ્રાણીઓના વર્તનથી તેને પડતી તકલીફનો અંદાજો લગાવી શકાય છે.આવી જ એક તકલીફ હતી ગીર જંગલના જામવાળા રેન્જન
કુદરતે દરેક પ્રાણીની રચનામાં સમાનતા રાખી છે, જે કાંઈ રોગ કે શારીરીક તકલીફો મનુષ્યને થાય છે તેવી જ તકલીફો પ્રાણીઓને પણ થાય છે. ખાલી ફરક એટલો છે કે મનુષ્ય પાસે વાચા છે એટલે પોતાની તકલીફનું તે વર્ણન કરી શકે છે જ્યારે પ્રાણીઓ પાસે વાચા ન હોવાથી તેઓ પોતાની તકલીફનું વર્ણન નથી કરી શકતા. પ્રાણીઓના વર્તનથી તેને પડતી તકલીફનો અંદાજો લગાવી શકાય છે.
આવી જ એક તકલીફ હતી ગીર જંગલના જામવાળા રેન્જના એક સિંહને. આ સિંહની દ્રષ્ટિ ઘટીને 10 ટકા થઈ ગઈ હતી. વન વિભાગની ટીમ ગીરના જંગલમાં સતત વોચ રાખતી હોય છે. દરેક સિંહની હલન ચલન પર વનકર્મીઓ નજર રાખતાં હોય છે. વનકર્મીઓની નજર આ સિંહ પર પડી, જે કોઈ રીસ્પોન્સ કરતો ન હતો. તેમણે નોંધ્યું કે આ સિંહ માત્ર અવાજ આવે તો જ મૂવમેન્ટ કરતોહતો. આંખો નબળી પડડવાના કારણે કે બરાબર જોઈ શકતો ન હતો. ક્યારેક કોઈ વૃક્ષ સાથે અથડાઈ જતો અથવા તો બીજે કશેક. 
તેની મૂવમેન્ટ સામાન્ય સિંહ જેવી નહોતી. તેથી વનકર્મીઓએ અધિકારીઓને આ સિંહ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ આ સિંહનું રેસ્ક્યુ કરીને જામવાળા રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યો. જ્યાં તેની દ્રષ્ટિ અંગે તપાસ કરવામાં આવતાં તેને મોતિયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે તે બરાબર જોઈ શકતો નહોતો. આ સિંહને વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ ઝૂ (Junagadh Sakkarbaug Zoo) માં લાવવામાં આવ્યો હતો. બાદમાં આ સિંહને નેત્રમણી બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું. જેમા સમસ્યા એ આવી કે જીવતા સિંહની આંખનું માપ લેવું સંભવ ન હતું.
દરમિયાન એક સિંહનું કુદરતી મૃત્યુ થતાં તે મૃતક સિંહની આઁખનું માપ લઈને મદુરાઈ ખાતે લેબોરેટરીમાં તેનો નેત્રમણી તૈયાર કરવામાં આવ્ય. ત્યારબાદ પ્રથમ એક આંખની સર્જરી કરી અને નેત્રમણી બેસાડ્યો. જેના 10 દિવસ બાદ સિંહની બીજી આંખની સર્જરી કરીને તેમાં પણ નેત્રમણી બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સિંહને દેખરેખ માટે સક્કરબાગ ઝૂ (Sakkarbaug Zoo) માં રખાયો છે, જ્યાં હાલ તેને સંપૂર્ણ દ્રષ્ટિ મળી ગઈ છે. આ સિંહ થોડા સમય બાદ સામાન્ય થતાં તેને ફરી જંગલમાં છોડી મુકવામાં આવશે. હાલ તો સક્કરબાગ વેટરનરી ટીમ (Sakkarbaug Veterinary Team) અને અધિકારીઓની દેખરેખ હેઠળ આ સિંહને રાખવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter