+

જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં વધારો, ફળોના રાજાનું આખરે આગમન

જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે અને દરરોજ અંદાજે 4 થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે. ભાવમાં પણ થોડો ઘટાડો થઈને 800 થી 1500 રૂપીયા પ્રતિ બોક્સ જેવા ભાવ રહે છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેરીની આવક લગભગ અડધી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં આ સમયમાં જ્યાં 10 થી 12 હજાર બોક્સની આવક હતી તેની સામે હાલ 4 થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે. ગત વર્ષે વાવાઝોડુ આવ્યું અને આંબાના વૃક્ષોને ભારે નà«

જૂનાગઢ યાર્ડમાં કેરીની આવકમાં વધારો થયો છે અને દરરોજ અંદાજે 4 થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે. ભાવમાં પણ થોડો ઘટાડો થઈને 800 થી 1500 રૂપીયા પ્રતિ બોક્સ જેવા ભાવ રહે છે. 

જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેરીની આવક લગભગ અડધી થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં આ સમયમાં જ્યાં 10 થી 12 હજાર બોક્સની આવક હતી તેની સામે હાલ 4 થી 5 હજાર બોક્સની આવક થઈ રહી છે.

 

ગત વર્ષે વાવાઝોડુ આવ્યું અને આંબાના વૃક્ષોને ભારે નુકશાન થયું હતું, જેની સીધી અસર ચાલુ વર્ષે કેરીની આવક પર પડી છે. સામાન્ય સંજોગોમાં કેરીની જેટલી આવક થતી હતી તેનાથી હાલ અડધી આવક થઈ ગઈ છે. સાથોસાથ કેરીની ગુણવત્તા ઉપર પણ અસર પડી છે, જેવું જોઈએ તેવું ફળ આવતું નથી. જો કે આવક ધીમે ધીમે વધતી જાય છે અને ભાવમાં ઓછાં થતાં જાય છે તેમ છતાં સામાન્ય માણસને પરવડે તેવા કેરીના ભાવ ચાલુ વર્ષે નથી જોવા મળી રહ્યા.
 સામાન્ય માણસ માટે કેરી જોઈને જ સંતોષ માની લેવો પડે તેવી સ્થિતી છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરી ઉપરાંત રત્નાગીરી હાફુસ, બેંગલોરની આફુસ, લાલબાગ, ઉપરાંત પાયરી, લંગડો, તોતાપુરી અને દેશી કેરીની આવક થઈ રહી છે. કેરીની અલગ અલગ વેરાયટી બહારના રાજ્યોમાંથી આવતી હોવાથી તેના ભાવ પણ ઉંચા રહે છે. જો કે સ્વાદના રસિકો કેરી ખરીદવામાં પાછીપાની કરતાં નથી પરંતુ મોટા ભાગે સ્થાનિક લોકો જૂનાગઢ આસપાસના વિસ્તારની કેસર કેરી ખાવાનો આગ્રહ રાખતાં હોય છે.

Whatsapp share
facebook twitter