+

અહીં ગરબા રમાતા નથી માત્ર ગવાય છે, છેલ્લા 200 વર્ષથી આધુનિક ઉપકરણો વગર ઉજવાય છે નોરતાનું પર્વ

નવરાત્રિમાં(Navratri ) નવદુર્ગાની આરાધનાનુ અનેરુ મહત્વ રહેલુ છે. આ દિવસોમાં કોઇ પૂજા પાઠ કરીને તો કોઇ ગરબે ઘૂમીને માની આરાધના કરે છે. ત્યારે વાત કરીએ એવા એવા એક સ્થળની જ્યાં ગરબા રમવામાં નથી આવતા પરંતુ ગરબા ગાઇને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે.સામાન્ય રીતે માને રીઝવવા કરવામાં આવી રહી છે ધૂન. હારમોનિયમ, તબલાં, ઢોલક સહિતના વાદ્યોથી ગાવામાં આવે છે ગરબા . પુરુષો, મહિલા અને નવ યુવાનો પà
નવરાત્રિમાં(Navratri ) નવદુર્ગાની આરાધનાનુ અનેરુ મહત્વ રહેલુ છે. આ દિવસોમાં કોઇ પૂજા પાઠ કરીને તો કોઇ ગરબે ઘૂમીને માની આરાધના કરે છે. ત્યારે વાત કરીએ એવા એવા એક સ્થળની જ્યાં ગરબા રમવામાં નથી આવતા પરંતુ ગરબા ગાઇને નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
સામાન્ય રીતે માને રીઝવવા કરવામાં આવી રહી છે ધૂન. હારમોનિયમ, તબલાં, ઢોલક સહિતના વાદ્યોથી ગાવામાં આવે છે ગરબા . પુરુષો, મહિલા અને નવ યુવાનો પણ ગરબા ગાઇને માતાજીની આરાધના કરે છે. તેઓ એક પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરતા નથી. પરંપરાગત રીતે જ આ રીતે થાય છે નવે નવ દિવસ નવરાત્રિની ઉજવણી. આ અનોખી નવરાત્રિ ઉજવાય છે જૂનાગઢમાં. જે બેઠા ગરબા તરીકે પ્રચલિત છે. અહીં માતાજીના ગરબા રમીને નહીં પરંતુ ગાવવામાં આવે છે. આશરે 200 વર્ષ જૂની આ પરંપરા હોવાનું માનવામાં આવે છે.
ગિરીનારાયણ બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. આ સમાજ પુષ્ટી સંપ્રદાય સાથે જોડાયેલો છે. જેમાં શ્રી રાધાજી અને શ્રી યમુનાજીને  માતાજીનું જ સ્વરૂપ ગણીને તેની આરાધના કરવામાં આવે છે. માતાજીની સ્તુતિને આપણે ગરબા તરીકે ઓળખીએ છીએ જ્યારે પુષ્ટિ સંપ્રદાયમાં તે રાસ તરીકે ઓળખાય છે. ત્યારે અહીં પણ ભક્તો  શ્રીકૃષ્ણએ રાધા અને ગોપીઓ સાથે રચેલા રાસના મહિમાનું ગુણગાન કરીને પ્રાચીન પરંપર જાળવી રાખીને માતાજીની સાત્વિક આરાધના કરે છે. ભક્તો દ્વારા જે ગરબા ગાવામાં આવે છે તેમાં ભગવાન કૃષ્ણની લીલા અને તેમણે જે સખીઓ સાથે રાસ રમ્યા હોય તે તમામના નામ અને સ્થળનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. વળી આ ગરબા ગિરીનારાયણ બ્રાહ્મણ સમાજના પૂર્વજો દ્વારા જ લખવામાં આવ્યા છે. 
ત્યારે આ જૂનાગઢની અનોખી નવરાત્રિનો ઉત્સાહ અને ઉજવણી કંઇક અલગ જ જોવા મળે છે. બેઠા ગરબામાં શ્રીકૃષ્ણ અને રાધાની લીલાનું ગાન કરીને માતાજીને રીઝવવામાં આવે છે.  ગિરીનારાયણ બ્રાહ્મણ સમાજના સભ્યો દર વર્ષે રંગે ચંગે આ પ્રકારે નવરાત્રિની ઉજવણી કરે છે.પુષ્ટી સંપ્રદાય અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ નવરાત્રીના નવ દિવસ નવ સખીઓ સાથે રાસ રચાવ્યો જેને નવ વિલાસ કહેવાય છે આ મુખ્ય નવ સખીઓ કઈ અને ક્યા રાસ રચાવ્યો.
Whatsapp share
facebook twitter