+

અસ્થિઓને અંતિમ વિસામા સુધી પહોંચાડવાનો સેવાયજ્ઞ

જૂનાગઢમાં સેવાનો પર્યાય એટલે મહેન્દ્ર મશરૂ. જેમનું જીવન જ સેવા માટે છે એવા મહેન્દ્ર મશરૂ અનેક સેવાકાર્ય ચલાવે છે, તેમાં છેલ્લા ૨૦ વર્ષથી તેમણે અસ્થિ વિસર્જનનું સેવાકાર્ય શરૂ કર્યું છે. હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી જે ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેમાં ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આજે દરેક લોકો સક્ષમ નથી હોતાં કે તેઓ પોતાના સ્વજનના મૃત્યુ પછી તેમન
જૂનાગઢમાં સેવાનો પર્યાય એટલે મહેન્દ્ર મશરૂ. જેમનું જીવન જ સેવા માટે છે એવા મહેન્દ્ર મશરૂ અનેક સેવાકાર્ય ચલાવે છે, તેમાં છેલ્લા ૨૦ વર્ષથી તેમણે અસ્થિ વિસર્જનનું સેવાકાર્ય શરૂ કર્યું છે. 
હિન્દુ ધર્મમાં માણસના મૃત્યુ પછી જે ધાર્મિક વિધિ કરવામાં આવે છે તેમાં ગંગાજીમાં અસ્થિ વિસર્જન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આજે દરેક લોકો સક્ષમ નથી હોતાં કે તેઓ પોતાના સ્વજનના મૃત્યુ પછી તેમના અસ્થિ વિસર્જન માટે હરીદ્વાર જઈ શકે, ત્યારે મહેન્દ્ર મશરૂને વિચાર આવ્યો અને તેમણે સ્મશાનમાં એક કુંભ મુક્યો જેમાં સ્મશાનમાં અંતિમવિધિ બાદ લોકો પોતાના સ્વજનના અસ્થિ આ કુંભમાં પધરાવે છે. દર વર્ષે તેમાં એકત્ર થયેલા અસ્થિને મહેન્દ્ર મશરૂ તથા તેમની ટીમ દ્વારા હરીદ્વાર ખાતે વિધિપૂર્વક અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને ત્યારબાદ જરૂરીયાતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે.
અસ્થિ વિસર્જન કરતાં પહેલાં બે દિવસ તેને આઝાદ ચોકમાં જાહેર જનતાના દર્શનાર્થે મુકવામાં આવે છે. લોકો ભાવપૂર્વક અસ્થિના દર્શન કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરે છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે 8 હજાર જેટલા દિવંગત આત્માઓના અસ્થિને જાહેર જનતાના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે.
આજે અસ્થિકુંભ હરદ્વાર રવાના કરાયા હતા અને  ૧૨ તારીખે હરીદ્વાર ખાતે વિધિ વિધાન પૂર્વક અસ્થિ વિસર્જન કરવામાં આવશે.
મહેન્દ્રભાઈ મશરૂનો આ અનોખો સેવાયજ્ઞ છે. મહેન્દ્રભાઈ મશરૂનો જન્મ જાણે સેવાકાર્ય માટે થયો છે. તેમના દ્વારા થતાં સેવાકાર્ય માટે તેઓ ક્યારેય કોઈ આર્થિક સહાય કે દાન લેતાં નથી. તેઓ માને છે કે આ એક ઈશ્વરનું કાર્ય છે અને ઈશ્વર બધી વ્યવસ્થા કરી આપે છે, તેમ છતાં કોઈ વ્યક્તિ કાંઈ આર્થિક સહાય કરવા ઈચ્છે તો તેમને નાનામાં નાની રકમની પણ પાકી પહોંચ આપવામાં આવે છે તેથી તેમના સેવાકાર્યમાં પારદર્શકતા બની રહે.
મહેન્દ્રભાઈ મશરૂ જૂનાગઢના પ્રથમ મેયર રહી ચૂક્યા છે અને સતત સાત ટર્મ સુધી ધારાસભ્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
સેવાનું એકપણ કામ એવું નથી કે જે તેઓ નિઃસ્વાર્થ ભાવે કરતાં ન હોય. સેવાના ભેખધારી મહેન્દ્રભાઈ મશરૂ માટે જૂનાગઢની જનતા પણ એટલો જ પ્રેમ અને લાગણી ધરાવે છે અને તેમના સેવાકાર્યમાં મદદરૂપ થાય છે.
Whatsapp share
facebook twitter