+

ગિરનારના એવા સંત કે જેમણે મૌન ધારણ કરી તપસ્યા કરી

જૂનાગઢ એટલે ગિરનાર અને સંતોની ભૂમિએક એવા સંત કે જેમણે મૌન ધારણ કરી તપસ્યા કરીમાત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરે છેદિવસે પણ અંધારૂ હોય તેવી કુટીરમાં કરે છે સાધનાભગવાનને લગાવેલા ભોગમાંથી માત્ર ચોથો ભાગ ગ્રહણ કરે છેડેરવાણ ચોકડી નજીક શાંતિ આશ્રમમાં લોકોની આસ્થાજૂનાગઢ (Junagadh) એટલે સાધુસંતોની ભૂમિ... ગરવા ગિરનારની ગોદમાં અનેક સ્થાનો પર સાધુસંતોનો વસવાટ છે, નામી અનામી અનેક સાધુસંતોનો à
  • જૂનાગઢ એટલે ગિરનાર અને સંતોની ભૂમિ
  • એક એવા સંત કે જેમણે મૌન ધારણ કરી તપસ્યા કરી
  • માત્ર એક લોટા પાણીથી દિવસ પસાર કરે છે
  • દિવસે પણ અંધારૂ હોય તેવી કુટીરમાં કરે છે સાધના
  • ભગવાનને લગાવેલા ભોગમાંથી માત્ર ચોથો ભાગ ગ્રહણ કરે છે
  • ડેરવાણ ચોકડી નજીક શાંતિ આશ્રમમાં લોકોની આસ્થા
જૂનાગઢ (Junagadh) એટલે સાધુસંતોની ભૂમિ… ગરવા ગિરનારની ગોદમાં અનેક સ્થાનો પર સાધુસંતોનો વસવાટ છે, નામી અનામી અનેક સાધુસંતોનો અહીંયા વાસ છે. ગિરનાર પર્વત પર ભગવાન ગુરૂ દત્તાત્રેય બિરાજમાન છે અને ભગવાન દત્તાત્રેય બ્રહ્માંડના પ્રથમ સન્યાસી છે એટલે વિશ્વમાં કોઈપણ સાધુ માટે ગિરનાર ક્ષેત્ર અતિ મહત્વનું તિર્થ છે. કોઈપણ સન્યાસી પોતાના જીવનકાળમાં એક વખત તો ગિરનાર પર ભગવાન દત્તાત્રેયના દર્શન માટે આવે જ છે.
ગિરનાર ક્ષેત્રમાં અનેક સાધુ સંતો 
ગિરનાર ક્ષેત્રમાં અનેક સાધુ સંતો છે કે જેઓ પોતાનું જપ તપ કરે છે, ઘણાં સાધુ સંતોને તેમની પરંપરા અનુસાર આશ્રમો હોય છે, કે મંદિરો હોય છે પરંતુ એવા ઘણાં સન્યાસીઓ છે કે જે પોતાની મસ્તીમાં ઘુણી ધખાવીને જપ તપ કર્યા કરતાં હોય છે, તેમને દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી..બસ માત્ર પોતાના ગુરૂની આજ્ઞા અને પોતાને જપ તપ થી મળેલી શક્તિનો વિશ્વ કલ્યાણ માટે ઉપયોગ કરે છે.


શાંતિ આશ્રમ ખાતે બજરંગપુરી બાપુ છેલ્લા 30 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે
જૂનાગઢ થી ભેંસાણ જતાં રસ્તે ડેરવાણ ચોકડી પાસે આવેલ છે. શાંતિ આશ્રમ અને શાંતિ આશ્રમ ખાતે બજરંગપુરી બાપુ કે જેઓ વર્ષોથી મૌન ધારણ કરીને રહેતા હતા અને હવે છેલ્લા પાંચ વર્ષથી થોડું બોલે છે એટલે લોકો તેમને મૌની બાપુથી ઓળખે છે, શાંતિ આશ્રમ ખાતે બજરંગપુરી બાપુ છેલ્લા 30 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે, અગાઉ તેઓ ગિરનારમાં 40 વર્ષ સુધી રહ્યા બાદ શાંતિ આશ્રમ ખાતે નિવાસ કરે છે.
અંધારી કુટીરમાં જ સાધના
શાંતિ આશ્રમ ખાતે પણ બાપુ ક્યારેય ધુણો છોડીને જતાં નથી, એક અંધારી કુટીરમાં જ સાધના કરે છે, ગુરૂ દત્તાત્રેય, શિવ અને કામાખ્યા દેવીની સાધના કરે છે, પહેલાં તો તેમની અંધારી કુટીરમાંજ ભગવાન બિરાજમાન હતા પરંતુ સેવકોની લાગણીને માન આપીને આશ્રમમાં મંદિર નિર્માણ કરવામાં આવ્યા અને હવે શિવ દત્તાત્રેય અને કામાખ્યા દેવીના સુંદર મંદિર પણ અહીં બનાવવામાં આવ્યા છે, ભાવિકો શ્રધ્ધાપૂર્વક અહીં દર્શનાર્થે આવે છે.
કઠોર સાધના 
આમ તો સાધુની ઉંમર પૂછાતી નથી કે જાણવા પ્રયત્ન પણ કરાતો નથી તેમ છતાં બજરંગપુરી બાપુ શતાયુ એટલે કે 100 વર્ષથી વધુની ઉંમરના હોવાનું ભાવિકો માની રહ્યા છે, વર્ષોથી તપસ્યામાં લીન એવા બજરંગપુરી બાપુ જ્યારે કઠોર સાધના કરતાં ત્યારે તો કશું લેતાં નહી પરંતુ આજે પણ તેમની જ્યારે અવસ્થા છે ત્યારે પણ કઠોર સાધના ચાલુ છે અને દિવસમાં માત્ર ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ ભોજન તરીકે આરોગે છે અને એક દિવસમાં માત્ર એક લોટો પાણી પીવે છે. જી હાં… સાંભળીને નવાઈ લાગે તેવી વાત જરૂર છે પરંતુ આ હકીકત છે… 

શાંતિ આશ્રમમાં બજરંગપુરી બાપુની કુટીર 
ડેરવાણ ચોકડી પાસે શાંતિ આશ્રમમાં બજરંગપુરી બાપુની કુટીર આવેલી છે જ્યાં કોઈપણ પ્રકારની વીજળી નથી, દિવસે પણ અંધારૂં જોવા મળે છે, આ કુટીરમાં બાપુનો ધૂણો છે અને અહીં જ તેમનો વસવાટ છે, સમયાંતરે સેવકો આવતાં તેમણે જગ્યાનો થોડો વિકાસ કર્યો અને મંદિર બંધાવ્યા, આજે પણ બજરંગપુરી બાપુ માત્ર એક કલાક માટે જ લોકોને મળવા બહાર આવે છે બાકીના સમયમાં તેઓ પોતાની સાધનામાં લીન રહે છે, મોટાભાગે તેઓ મૌન જ રહે છે, જરૂર લાગે તો થોડું બોલે અને આશિર્વાદ આપે છે.
 માનવ જીવન માટે ખુબ જ મહત્વના સંદેશાઓ આપ્યા
બજરંગપુરી બાપુ છેલ્લા પાંચ વર્ષથી જરૂર લાગે ત્યારે થોડું બોલે છે અને એ પણ તેમની ઈચ્છા હોય તો બોલે… પોતાની મૌન અવસ્થામાં તેમણે માનવ જીવન માટે ખુબ જ મહત્વના સંદેશાઓ આપ્યા, પોતે મૌન હતા એટલે એમણે તેની કુટીરની બહારની દિવાલ પર તેમના માનવ જીવન ઉપયોગી સંદેશાઓ લખ્યા છે,  આ સંદેશાઓ જ્યારે લોકો વાંચે ત્યારે જ સાચો ખ્યાલ આવે કે મનુષ્ય જીવન કેવી રીતે જીવવું, સાધુ તો પોતાનું જીવન જીવે અને લોક કલ્યાણ માટે જીવે તે આ લખાણમાં તાદ્રશ્ય થાય છે, મનુષ્ય તેમના આ જીવન ઉપયોગી સંદેશા કે જે જીવનમાં ઉતારવા લાયક બાબતોનો ઉલ્લેખ છે અને બાપુ હંમેશા લોકોને કહેતા રહે છે એ તમામ બાબતો તેમણે મૌન અવસ્થા દરમિયાન લોકોના કલ્યાણ હેતું જણાવી હતી.
સાધના અને તેના જપ તપ જ ખોરાક
જ્યાં ગિરનાર ક્ષેત્રની કે આધ્યાત્મની વાત આવે ત્યાં વિશ્વનું કોઈ વિજ્ઞાન કામ નથી લાગતું, સામાન્ય માણસ માટે કદાચ ભોજન વગરનો દિવસ પસાર કરવો સંભવ હશે, લોકો ઉપવાસ એકટાણાં કરતાં હોય છે પરંતુ સાધુ સંતો માટે ભોજન પણ જાણે એક મોહમાયા હોય તેમ બાપુ માત્ર ભગવાનના પ્રસાદનો અનાદર ન થાય તે માટે ભગવાનને લગાવેલા ભોગમાંથી ચોથો ભાગ ગ્રહણ કરે છે એટલુ જ નહીં પરંતુ માત્ર એક લોટા પાણીથી તેમનો આખો દિવસ નીકળી જાય છે.  એક સાધુ માટે તેની સાધના અને તેના જપ તપ જ તેનો ખોરાક બની જાય છે તેના જપ તપ જ તેની શક્તિ બની જાય છે, એક સાધુ તેનું જીવન લોક કલ્યાણ, વિશ્વ કલ્યાણ માટે સમર્પિત કરી દે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. સાધુ મોહ માયાના બંધનોથી મુક્ત હોય છે તેમના માટે તો ઈશ્વર સ્મરણ અને તેમની સાધના જ સર્વસ્વ હોય છે, સાધુ જે કાંઈપણ જપ તપ કરે છે તે લોકોના કલ્યાણ માટે વિશ્વ કલ્યાણ માટે કરે છે, જે કોઈ ભાવિકો આવે તેમને ઈશ્વરના માર્ગે, સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.


લોકો તેના દર્શન માત્રથી શાંતિનો અનુભવ કરે છે 
આજે પણ બજરંગપુરી બાપુ માત્ર એક કલાક માટે સાધનામાંથી બહાર આવે છે અને સેવકો સાથે સમય પસાર કરે છે, કોઈને આશ્રમમાં દર્શન માટે આવવું હોય તો માત્ર એક કલાકનો સમય હોય છે અને આ સમયમાં ભાવિકો અને સેવકગણ પણ તેમના દર્શન કરે છે. લોકોની આસ્થા છે, લોકો તેના દર્શન માત્રથી શાંતિનો અનુભવ કરે છે અને અગમનિગમની વાતોના સત્સંગથી ધન્યતા અનુભવે છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter