+

Junagadh Village Infrastructure: ભાજપ સરકારના હાથ નીચે જુનાગઢના ગામડાઓમાં લોકો 20મી સદીમાં જીવી રહ્યા

Junagadh Village Infrastructure: ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે વિકસિત ગુજરાત રાજ્યના ગુણગાન ગાઈ રહી છે. તે વાસ્તવિકતાની દ્રષ્ટિએ તદ્દન વિરુદ્ધ છે. ગુજરાતમાં ભાજપ સરકાર માત્ર બોલ ખાતીર વિકાસના કામો કરી…

Junagadh Village Infrastructure: ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે વિકસિત ગુજરાત રાજ્યના ગુણગાન ગાઈ રહી છે. તે વાસ્તવિકતાની દ્રષ્ટિએ તદ્દન વિરુદ્ધ છે. ગુજરાતમાં ભાજપ સરકાર માત્ર બોલ ખાતીર વિકાસના કામો કરી રહી તેવું સામે આવી રહ્યું છે. ચાલો જાણીયે સમગ્રે મામલો આગળ અહેવાલની અંદર….

  • જુનાગઢના ગામડાંઓની સ્થિત 20મી સદી જેવી
  • ગામડાઓમાં પ્રાથમિક સુવિધા અપૂરતી
  • શિક્ષઅ અને પાણીની સમસ્યાથી ગામે ગામે જોવા મળી

જુનાગઢ જીલ્લાના હજુ ઘણા ગામડાઓ 20 મી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ સરકારના રાજમાં ગ્રામ્યજનો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. ભાજપ સરકારના ખોખલા વાયદાઓનું દર્પણ જુનાગઠ જિલ્લાનું માંગરોળ તાલુકામાં આવેલું ભાથરોટ ગામ બન્યું છે.

Junagadh Village Infrastructure

Junagadh Village Infrastructure

છતમાંથી ટપકતા પાણીમાં બાળકો શિક્ષણ લઈ રહ્યા

ભાથરોટ ગામમાં તમામ પ્રકારની અપૂરતી પ્રાથમિક સુવિધાઓને કારણે ગ્રામ્યજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગુજરાત અને ભારત દેશની અમૂલ્ય ભાવિ પેઠી પણ જર્જરિત શાળામાં શિક્ષણ લઈ રહી છે. તેટલું જ નહીં આ જર્જરિત શાળાઓમાં ગામના ભૂલકાંઓ ચોમાસા દરમિયાન છતમાંથી ડપકતાં પાણીની સ્થિતિમાં શિક્ષણ મેળવતા હોય છે.

Junagadh Village

Junagadh Village

ભાથરોટ ગામમાં ધો.1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે. ગામના સ્થાનિક લોકો અને શિક્ષકો દ્વારા વારંવાર સરપંચ અને જિલ્લા શિક્ષણ અધિકારીઓની શાળાની મરમત કરવા માટે અરજી કરવામાં આવી છે. પરંતુ તેમની વાતને કોઈ પણ ગંભીરતાથી લઈ રહ્યું નથી.

બાલાગામમાં પાણીની સસ્યાથી ખેતી ક્ષેત્રે ભારે નુકસાન

જોકે ભાજપ સરકાર દ્વારા નલ સે જલના નામે મસમોટા વચનો અને યોજના શરૂ કરવામાં આવે છે. તે ઉપરાંત અવાર-નવાર કાર્યક્રમમાં નસ સે જલના અહેવાલો રજૂ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતામાં ઘણો ફેરફાર હોય છે. જુનાગઢના બાલાગામ ગામમાં આજે પણ લોકો પાણીની સમસ્યાથી લડી રહ્યા છે.

છેલ્લા 3-4 મહિનાથી ગ્રામજનોએ પીવાના પાણીની મુશ્કેલી ભોગવવી પડે છે. ખેતી માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી. તેના કારણે ખેતી ક્ષેત્રે પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ગ્રામ્યજનો પ્રાથમિક સુવિધા અપૂરતી હોવાને કારણે 20મી સદીમાં જીવવા પર મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: Ahmedabad Crime Story: 3 સંતાનના બાપ AMTS બસ કન્ડકટરે નિકાહ કરીને મહિલાને ગર્ભવતી કરી….

આ પણ વાંચો: Singer Dr. Kamlesh Awasthi: ગુજરાત સહિત દેશમાં વૉઈસ ઓફ મુકેશ તરીકે પ્રખ્યાત ડૉ. કમલેશ અવસ્થીનું નિધન

આ પણ વાંચો: Bhavnagar Swine Flu Case: અમદાવાદ બાદ ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ મચાવ્યો કહેર

Whatsapp share
facebook twitter