+

Junagadh : ખામધ્રોલ રોડ પર બાઇક ચાલકે અચાનક બેલેન્સ ગુમાવ્યું અને…

junagadh : જૂનાગઢમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત્ જેવા મળ્યો છે ત્યારે ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનું મોત થયુ છે. જેમાં પુરપાટ ઝડપે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતુ. તેમાં સમગ્ર ઘટનાના…

junagadh : જૂનાગઢમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત્ જેવા મળ્યો છે ત્યારે ડિવાઈડર સાથે બાઇક અથડાતા યુવકનું મોત થયુ છે. જેમાં પુરપાટ ઝડપે બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતુ. તેમાં સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થયા છે. ખામધ્રોલ રોડ ઉપર આ ગોઝારો બનાવ બન્યો છે. તેમાં ત્રણ દિવસમાં વાહન અકસ્માતમાં ત્રણના મોત થયા છે.

 

શહેરમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો

શહેરમાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેમાં ત્રણ દિવસમાં વાહન અકસ્માતમાં ત્રણના મોત થયા છે. તેમાં યુવાનોને સાવેચેત રહી બાઇક ચલાવી જોઇએ તે આ વીડિયો પરથી જોઇ શકાય છે. જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તેમાં 25 વર્ષના યુવાનનું ઘટનાસ્થળે મોત થયુ છે. આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ છે.

સાસરીમાં ગર્ભવતી પત્નીને મળી ઇલ્યાઝ ઘરે સૂવા જતો હતો

સાસરીમાં ગર્ભવતી પત્નીને મળી ઇલ્યાઝ ઘરે સૂવા જતો હતો. ત્યારે બેફામ સ્પીડે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં સ્થળ પર જ મોત થયુ હતુ. છેલ્લા બે દિવસ જૂનાગઢ માટે ખૂબ જ ભારે સાબિત થયા છે. શનિવાર અને સોમવારે 3 અલગ-અલગ અકસ્માતે સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. ગઈકાલે રાત્રે પણ જૂનાગઢના ખામધ્રોળ રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક યુવક બાઈક ચલાવી ઘરે જઈ રહ્યો હતો અને અચાનક બેલેન્સ ખોરવાતા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયો અને સ્થળ પર જ મોતને ભેટ્યો હતો.

આ  પણ  વાંચો – Banaskantha : ડીસા બ્રિજ ઉપર બસ અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત

 

Whatsapp share
facebook twitter