+

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો આવશે ગંભીર પરિણામ: જો બાઇડન

યુરોપિયન દેશ યુક્રેનને લઇને છેલ્લા ઘણા સમયથી તણાવનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને યુક્રેન મુદ્દે દુનિયાની બે મહાસત્તા અમેરિકા અને રશિયા આમને સામને આવી ગઇ છે. રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે તો સામે અમેરિકા સહિત નાટો દેશો યુક્રેનના સમર્થનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે તણાવ એ સ્તર પર પહોંચ્યો છે કે વિશ્વ ઉપર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઉભું થયું છે. આ વિવાદ અને
યુરોપિયન દેશ યુક્રેનને લઇને છેલ્લા ઘણા સમયથી તણાવનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને યુક્રેન મુદ્દે દુનિયાની બે મહાસત્તા અમેરિકા અને રશિયા આમને સામને આવી ગઇ છે. રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે તો સામે અમેરિકા સહિત નાટો દેશો યુક્રેનના સમર્થનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે તણાવ એ સ્તર પર પહોંચ્યો છે કે વિશ્વ ઉપર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ ઉભું થયું છે. આ વિવાદ અને જોખમની ગંભીરતાનો અંદાજો એ વાતથી લગાાવી શકાય કે યુક્રેન મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન તથ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન વચ્ચે એક કલાક ટેલિફોનિક વાતચીત થઇ છે. જો કે 62 મિનિટની આ વાતચીત બાદ પણ કોઇ સામાધાન આવ્યું નથી.  સમાધાનના બદલે બંને મહાસત્તાઓએ એકબીજાને ધમકી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયાને જો યુક્રેન પર હુમલો થયો તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચીમકી આપી, તો સામે રશિયન રાષ્ટ્રપતિએ પણ અમેરિકાને વળતો જવાબ આપવાનું કહ્યું છે.
રશિયાને બાઇડનની ચેતવણી
આ વાતચીત દરમિયાન બાઇડને પુતિનને યુક્રેનની સરહદ પર રશિયાના એક લાખ સૈનિકો છે તેને હટાવવા માટે કહ્યું સાથે જ રશિયાને ચેતવણી પણ આપી કે જો તે યુક્રેન પર હુમલો કરે છે તો અમેરિકા અને તેના સહયોગી દેશો તેનો જવાબ આપશે, જેની રશિયાએ ભારે કિંમત ચુકવવી પડશે. બાઇડને પુતિનને કહ્યું કે ‘તેના આક્રમણના પરિણામે વ્યાપક માનવીય હાનિ થશે અને રશિયાની છબી પણ ખરડાશે. આ સિવાય અમેરિકા યુક્રેન મુદ્દે પોતાની કૂટનીતિ શરુ રાખશે અને એ સિવાયની સ્થિતિ માટે પણ તૈયાર રહેશે. ટૂંકમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ પણ તણાવમાં કોઇ ઘટાડો થયો નથી. ઉલ્ટાનું યુદ્ધનું જોખમ વધ્યું છે.
રશિયાની યુક્રેન સરહદ વધી
આ પહેલા અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી થોડા જ દિવસોમાં રશિયા યુક્રેન પર આક્રમણ કરશે. આ રિપોર્ટ પ્રમાણે 20 ફેબ્રુઆરીએ વિન્ટર ઓલ્મપિક પૂરી થાય તે પહેલા રશિયા આક્રમણ શરુ કરી દેશે. અત્યારે જે માહિતી સામે આવી છે તે પ્રમાણે 16 ફેબ્રુઆરીના દિવસે રશિયા આક્રમણ કરી શકે છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો અત્યારે રશિયાએ યુક્રેન સરહદ પર એક લાખ કરતા પણ વધારે સૈનિકોને તૈનાત કર્યા છે. આ સિવાય રશિયા પોતાના પાડોશી દેશ બેલારુસ સાથે મળીને યુદ્ધાભ્યાસ પણ કરી રહ્યું છે. ઉપરાંત યુક્રેન સરહદ નજીક રશિયાએ શસ્ત્રો ખડક્યા હોય તેવી સેટેલાઇટ તસવીરો પણ સામે આવી છે, આમ છતા રશિયા સતત એ વાતનો ઇન્કાર કરી રહ્યું છે કે તે યુક્રેન પર હુમલો કરશે.
શીતયુદ્ધ બાદ સૌથી મોટું સંકટ
યુક્રેન સંકટ અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવનું સૌથી મોટું કારણ બની ગયું છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે યુક્રેન પર હુમલો તથા માનહાનિ રોકવા માટે તેમની પાસે માત્ર થોડા જ દિવસો છે. ટૂંકમાં અત્યારે દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવું લાગી રહ્યું છે કે જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો રશિયા અને અમેરિકાના સમર્થનમાં વિવિધ દેશો બે ભાગમાં વહેંચાઇ જશે.
Whatsapp share
facebook twitter