+

Shaktisinh Gohil : WHO ની ગાઈડલાઈન અને કોરોના રસી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ, ઉઠાવ્યા આ ગંભીર સવાલ

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ…

લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે આજે ગુજરાત સ્થાપના દિવસ પણ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આજે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાતના સ્થાપના દિવસની નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને સાથે જ WHO ના અહેવાલને ટાંકી અને કોવિશીલ્ડ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આજે 1 લી મે એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ (Gujarat Foundation Day) છે. પક્ષથી ઉપર પ્રજાના ભાવ અને આવાજ સાથે લોકોએ મહાગુજરાતની ચળવળ ચલાવી હતી. ઇન્દુલાલ યાજ્ઞિક (Indulal Yagnik), રવિશંકર મહારાજ (Ravi Shankar Maharaj) સહિતના આગેવાનોના વડપણ હેઠળ આ લડત ચાલી હતી. આ ચળવળ બાદ અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડ્યા, જેનું એમને ગૌરવ છે. તેમણે આગળ કહ્યું કે, જે તે સમયે સાબરમતી નદીના કાંઠે રવિશંકર મહારાજે ગુજરાત માટે કેટલાક સપનાઓ જોયા હતા. પરંતું, આજે પણ તેમની પરિકલ્પના મુજબ, ગુજરાતમાં કામો નથી થયા.

WHO ના ધોરણો મુજબ માહિતી એકત્ર ના કરી : શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે WHO ની રિપોર્ટ અને અહેવાલને ટાંકીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું કે, કોરોનાકાળ (Corona Virus) આવ્યો ત્યારે બધાય ચિંતિત હતા. વેક્સિનની શોધ માટે હોડ લાગી હતી. તે સમયે વક્સિનની આડઅસર જોવા માટેનોએ સમય નહોતો એટલે વેક્સિન આપવાનું શરૂ થયું. ત્યારે WHO એ (world health organization) કહ્યું હતું કે દરેક દેશ વેક્સિનની આડઅસરો પર કાળજી રાખે અને તેનો રિપોર્ટ તૈયાર કરે. WHO ના કહ્યા પછી કોને વેક્સિન (vaccines) આપી ? તેના હેલ્થ પેરામીટર શું હતા ? કેમ હતા ? તે માહિતી એકત્ર કરવાની હતી. શક્તિસિંહે આરોપ લગાવતા કહ્યું કે, WHO ના આ ધોરણો મુજબ અનેક દેશોએ આ માહિતી એકત્ર કરી હતી. પરંતુ, આપણો જ દેશ એક એવો હતો કે જેને વેક્સિન કોને આપી ? તેની કોઈ માહિતી એકત્ર કરી નથી. હાર્ટ એટેક, કિડની ફેલ્યોર સહિતના મુદ્દે ગાઈડલાઈન અપાઈ હતી. આ ગાઈડલાઈન WHO એ રિલીઝ કર્યા પછી પણ કોઈ માહિતી એકત્ર ના કરાઈ.

‘ફ્રીમાં વેક્સિન આપવાનું કહીને પોલિટિકલ ફાયદો લીધો’

શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) સવાલ કરતા આગળ કહ્યું કે, વિશ્વની ચિંતા કરતી WHO એ કહ્યું હતું કે ડેટા એકઠાં કરો તો શા માટે ના કર્યા. ઝીરો અવર્સમાં નોટિસ આપી કહ્યું કે ગુજરાતમાં લોકો મરી રહ્યાં છે તો ગંભીરતા કેમ ના લીધી. સપ્ટેમ્બર 2023 માં WHO ની એડવાઈઝરી બાદ પણ કેમ ડેટા એકત્ર ના કરાયા. તેમણે કહ્યું કે, ભારતમાં 205 કરોડ કોવિશીલ્ડના ડોઝ અપાયાં હતાં. ગુજરાતમાં 10.53 કરોડ કોવિશીલ્ડના (Covishield) ડોઝ અપાયા હતા. ફ્રીમાં વેક્સિન આપવાનું કહીને પોલિટિકલ ફાયદો લીધો.

તેમણે કહ્યું કે, આપણો દેશ ગૌરવ લઈ શકે તેવી CRI કે જે 118 વર્ષ જૂની સંસ્થા છે જે વેક્સિન બનાવી પ્રોડ્યૂસ કરે છે, જે ભારત સરકારની જ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે CRI માંથી જે વેક્સિન ગઈ હતી તેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. પોલિયો સહિતની રસીઓનું પ્રોડ્ક્શન CRI એ કર્યુ હતું. કોરોના આવ્યો ત્યારે ઈગ્લેન્ડની કંપનીએ કહ્યું કે શોધ અમે કરી પણ પ્રોડ્ક્શન થાય એવું નથી. એ સ્થિતીમાં ભારત સરકારે પ્રોડક્શન CRI ને આપવાને બદલે સિરમ ઈન્સ્ટિટ્યૂટને (Siram Institute) આપ્યું. સિરમ ઇન્સ્ટિટ્યૂટને શા માટે કામ અપાયું એ પણ એક સવાલ છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિરમને 3 હજાર કરોડ રૂપિયા આપ્યા અને 1500 કરોડ ભારત બાયોટેકને (Bharat Biotech) એડવાન્સમાં આપ્યા હતા. તેમણે સવાલ કરતા સરકારને કર્યું કે અત્યાર સુધી રિપોર્ટ શું કામ ના આપ્યો. TTS સામે સાવચેતીના પગલાં કેમ ના લીધા તેનો જવાબ આપો.

 

આ પણ વાંચો – Gujarat Foundation Day : CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત આ નેતાઓએ પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો – PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

આ પણ વાંચો – Gujarat First EXCLUSIVE : BJP, ક્ષત્રિય આંદોલન વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા પવન ખેરાએ શું કહ્યું ? જુઓ સંપૂર્ણ સંવાદ

Whatsapp share
facebook twitter