+

IPL Final 2024 : ફાઇનલમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટ હરાવી, ટ્રોફી નામે કરી

IPL Final 2024 : IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. ટાઇટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને…

IPL Final 2024 : IPL 2024ની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું છે. આ સાથે KKRએ ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. ટાઇટલ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે કેકેઆરના બોલરોએ તેના નિર્ણયને ખોટો સાબિત કર્યો અને હૈદરાબાદની ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 11મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો. KKR માટે વેંકટેશ ઐયરે માત્ર 26 બોલમાં 52 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં આન્દ્રે રસેલ, મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણા હીરો હતા. રસેલે 3 વિકેટ લીધી હતી. જ્યારે સ્ટાર્ક અને રાણાને બે-બે સફળતા મળી હતી.

 

હૈદરાબાદની ઈનિંગ

IPL 2024 ની ફાઈનલ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલની ફાઈનલ મેચમાં આ સૌથી ઓછો સ્કોર છે. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 02 અને રાહુલ ત્રિપાઠી 9 રન બનાવીને આઉટ થયા હતા. હેનરિક ક્લાસને 16 રન અને એડન માર્કરામે 20 રન બનાવ્યા હતા. કેકેઆરના બોલરો સામે હૈદરાબાદના કોઈપણ બેટ્સમેનને સફળતા મળી ન હતી.

કોલકાતાની ઈનિંગ

114 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ વિકેટ 11 રનના સ્કોર પર ગુમાવી હતી. સુનિલ નારયણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ રહેમાનઉલ્લા ગુરબાઝ અને વેંકેટશ ઐયરે ઈનિંગને સંભાળીને ટીમને જીત તરફ દોરી હતી. રહેમાનઉલ્લા ગુરબાઝે 32 બોલમાં 5 ફોર અને 2 સિકસની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. વેંકેટશ ઐયરે 26 બોલમાં 4 ફોર અને 3 સિકસની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોની વાત કરવામાં આવે તો પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદને1-1 સફળતા મળી હતી.

 

આ પણ  વાંચો –

આ પણ  વાંચો –

આ પણ  વાંચો –

Whatsapp share
facebook twitter