+

દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ તથા બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બિમારીથી પીડિત હતા. મહારાષ્ટ્રના પૂણેમાં શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. રાહુલ બજાજને  2001ના વર્ષમાં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બજાજ મોટર્સના સંસ્થાપક રાહુલ બજાજ 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહ્યા હતા. 10 જૂન 1938ના રોજ કોલકાતામાં જન્મેલા રાà
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ તથા બજાજ ગ્રુપના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ કેન્સરની બિમારીથી પીડિત હતા. મહારાષ્ટ્રના પૂણેમાં શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. રાહુલ બજાજને  2001ના વર્ષમાં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બજાજ મોટર્સના સંસ્થાપક રાહુલ બજાજ 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહ્યા હતા. 10 જૂન 1938ના રોજ કોલકાતામાં જન્મેલા રાહુલ બજાજે 1965ના વર્ષમાં બજાજ ગ્રુપની કમાન સંભાળી હતી. ઉદારીકરણ બાદ તેમણે બજાજ ગૃપને સફળતાના શિખર પર પહોંચાડ્યું હતું. દેશની જનતામાં ‘હમારા બજાજ’ સ્લોગનને પ્રસિદ્ધ કરાવનારા રાહુલ બજાજના નિધનના કારણે શોકની લાગણી વ્યાપી છે.
1965માં બજાજ ગ્રુપની કમાન સંભાાળી
રાહુલ બજાજ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની તથા સામાજીક કાર્યકર્તા જમનલાલ બજાજના પૌત્ર હતા. તેમણે દિલ્હીની સેંટ સ્ટીફેંસ કોલેજમાં અભ્યાસ કર્યો અને બાદમાં મુંબઇની લો યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. 1965ના વર્ષમાં તેમણે જ્યારે બજાજ ગ્રુપનો વહીવટ સંભાળ્યો ત્યારે ભારતમાં એક બંધ અર્થવ્યવસ્થા હતી. તેમણે કંપનીનું નેતૃત્વ કરીને બજાજ ચેતક નામનું સ્કૂટર બનાવ્યું. આ સ્કૂટર દેશમાં ઘણું લોકપ્રિય બન્યું. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારોની આકાંક્ષા આ સ્કૂટરે પૂરી કરી. ત્યારબાદ પણ કંપની સતત વિકાસતી રહી. 
ઉદારીકણ બાદ બજાજ ગૃપને ટોચ પર પહોંચાડ્યું
90ના દશકામાં જ્યારે ઉદારીકરણ થયું ત્યાર બાદ ભારત એક ખુલ્લી અર્થવ્યવસ્થા તરીકે સામે આવ્યું ત્યારે જાપાનીઝ ઓટોમોબાઇલ કંપનીઓએ ભાારતીય કંપનીઓને સીધી સ્પર્ધા આપી. આવા કપરા સમયે પણ રાહુલ બજાજ પોતાની કંપનીને આગળ લઇ ગયા. રાહુલ બજાજના નેતૃત્વમાં બજાજ ઓટોનું ટર્ન ઓવર 7.5 હજાર કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચ્યું. આ સિવાય તેમણે કંપનીના ઉત્પાદનોમાં પણ વધારો કર્યો. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોના ઉત્પાદનો વિદેશમાં પણ પહોંચ્યા. 
ગયા વર્ષે ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું
રાહુલ બજાજે 2005ના વર્ષમાં જ કંપનીની જવાબદારીઓ પોતાના દિકરા રાજીવ બજાજ અને સંજીવ બજાજને સોંપી હતી. 2008ના વર્ષમાં બજાજ ગ્રુપના ભાગલા પણ પાડી આપ્યા. ત્યારબાદ ગયા વર્ષે ખરાબ તબિયતના કારણે બજાજ ગ્રુપના ચેરમેન તરીકે પણ રાજીનામુ આપ્યું હતું.
Whatsapp share
facebook twitter