+

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, ગુજરાતનાં આ 4 ખેલાડીને મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જોવા મળશે.  ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂàª
ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર મહિનાથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનાર T20 વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે યોજાયેલી અખિલ ભારતીય પસંદગી સમિતિની બેઠકમાં ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. તો વાઇસ કેપ્ટન તરીકે કેએલ રાહુલ જોવા મળશે. 


ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે ભારતીય ટીમઃ 

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.

આફ્રિકા સિરીઝ માટે ભારતીય ટીમઃ 

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ. 

ક્યારે શરૂ થઈ રહ્યો છે ટી20 વિશ્વકપ?


આ વર્ષે ટી20 વિશ્વકપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે, જે મેઇન ઇવેન્ટ હશે. જ્યારે 13 નવેમ્બરે ફાઇનલ રમાસે. ટી20 વિશ્વકપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરમાં તેનું આયોજન થશે. ભારતને ગ્રુપ-2માં જગ્યા મળી છે, તેમાં આ સિવાય ગ્રુપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને સાઉથ આફ્રિકા છે. 

ટી20 વિશ્વકપ 2022માં ભારતના મુકાબલા

  • ભારત વિરુદ્ધ પાકિસ્તાન, 23 ઓક્ટોબર (મેલબોર્ન)
  • ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર-અપ, 27 ઓક્ટોબર (સિડની)
  • ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકા, 30 ઓક્ટોબર (પર્થ)
  • ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, 2 નવેમ્બર (એડિલેડ)
  •  ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર, 6 નવેમ્બર (મેલબોર્ન)
Whatsapp share
facebook twitter