+

NISAR: ISRO અને NASA સાથે મળી બનાવી રહ્યા છે ખાસ મિશન, જાણો પૃથ્વીને શું ફાયદો થશે?

NISAR: ઇસરો અત્યારે અવકાશ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી રહ્યું છે. અત્યારે ઇસરોને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ સાઉથ…

NISAR: ઇસરો અત્યારે અવકાશ ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી રહ્યું છે. અત્યારે ઇસરોને લઇને એક નવા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ (SCA) એ જણાવ્યું છે કે આ વર્ષે ISRO અને NASA સંયુક્ત રીતે NISAR અર્થ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરશે. નોંધનીય છે કે, નાસાએ ગયા વર્ષે જ ISROને NISAR સેટેલાઈટ સોંપ્યો હતો. ઇસરો ચીફ ડૉ.એસ.સોમનાથ પોતે જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં તેને એકત્ર કરવા ગયા હતા. ભારત અને અમેરિકા વચ્ચેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત વિજ્ઞાન મિશન છે.

જાણો NISAR સેટેલાઇટની કામગીરી વિશે…

  • આ સેટેલાઇટ દુનિયાને પ્રાકૃતિક આપદાઓથી બચાવશે.
  • NISAR એ વિશ્વનો સૌથી મોંઘુ પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે
  • આ ઉપગ્રહ બનાવવા માટે 10 હજાર કરોડનો ખર્ચ થશે
  • ટોર્નેડો, તોફાન, જ્વાળામુખી, ધરતીકંપ, ગ્લેશિયર્સનું પીગળવું, દરિયાઈ તોફાન, જંગલી આગ, દરિયાની સપાટીમાં વધારો સહિતની ઘણી આફતોના એલર્ટ આપશે
  • આ ઉપગ્રહ પૃથ્વી પર આવતા અવકાશી આપદાની ત્વરીત સુચના આપશે

ઉપગ્રહને GSLV-MK2 દ્વારા લોન્ચ કરવામાં આવશે

તમને જણાવી દઈએ કે, આ ઉપગ્રહને GSLV-MK2 દ્વારા લોન્ચ કરવામાં આવશે. આનું લોન્ચિંગ શ્રીહરિકોટાથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવશે. સેટેલાઇટ અને પેલોડ્સનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે કે, નિસાર સેટેલાઇટ કેવી રીતે કામ કરશે? NISAR પાસે બે પ્રકારના બેન્ડ L અને S હશે. આ બંને પૃથ્વી પર વૃક્ષો અને છોડની વધતી અને ઘટતી સંખ્યા પર નજર રાખશે અને પ્રકાશની અછત અને વધુ પડતી અસરનો પણ અભ્યાસ કરશે. એસ બેન્ડ ટ્રાન્સમીટર ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે અને એલ બેન્ડ ટ્રાન્સપોન્ડર નાસા દ્વારા બનાવવામાં આવ્યું છે.

240 km સુધીના ક્ષેત્રફળની HD તસવીરો લેશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો નિસારનું રડાર 240 km સુધીના ક્ષેત્રફળની એકદમ સાફ તસવીરો લઈ શકશે. તે 12 દિવસ પછી ફરીથી પૃથ્વી પરની જગ્યાનો ફોટો લેશે. કારણ કે પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં 12 દિવસ લાગશે. આ સમય દરમિયાન, તે પૃથ્વીના વિવિધ ભાગોના ઝડપી નમૂના લઈને વૈજ્ઞાનિકોને ફોટોગ્રાફ્સ અને ડેટા પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

આ મિશન ઉપરથી અનેક વિષયોનો અભ્યાસ કરશે

નોંધનીય છે કે, ઇસરોનું આ મિશન પૃથ્વી માટે કેટલું મહત્વનુ રહેશે. તમને જણાવી દઈએ કે, આ મિશન 5 વર્ષ માટે રહેશે. આ દરમિયાન તે જ્વાળામુખી, ભૂકંપ, ભૂસ્ખલન, જંગલ, ખેતી, ભીની જમીન, પરમાફ્રોસ્ટ, બરફનો વધારો કે ઘટાડો વગેરે જેવા વિષયોનો અભ્યાસ કરશે. નિસાર સેટેલાઇટમાં એક મોટી મુખ્ય બસ હશે, જે અનેક સાધનોથી સજ્જ હશે. ઘણા ટ્રાન્સપોન્ડર, ટેલિસ્કોપ અને રડાર સિસ્ટમ પણ હશે. આ સિવાય તેમાંથી એક હાથ બહાર આવશે, જેના પર સિલિન્ડર હશે. જ્યારે આ સિલિન્ડર લોન્ચ થયાના થોડા કલાકો બાદ ખુલશે ત્યારે તેમાંથી ડિશ એન્ટેના જેવી મોટી છત્રી નીકળશે. આ છત્રી પોતે જ સિન્થેટિક એપરચર રડાર છે.

આ પણ વાંચો: Chandrayaan-4: વધુ એક ગગનચુંબી મિશન માટે ISRO તૈયાર, ચંદ્ર પર જશે ભારતીય અવકાશયાત્રીઓ

આ પણ વાંચો: ISRO ના Chandrayaan-3 mission ના વૈજ્ઞાનિકોને અમેરિકામાં મળ્યો ખાસ એવોર્ડ

આ પણ વાંચો: Surya Grahan : Aditya L-1 ગ્રહણ જોઈ શકશે નહીં, ISROના ચીફ એસ સોમનાથે આપ્યું મોટું કારણ

Whatsapp share
facebook twitter