+

KKR vs DC : દિલ્હીના કપરા ચઢાણ, કોલકતા એક જીત સાથે પહોંચી શકે છે Playoff ની વધુ નજીક

IPL 2024 ની 47મી મેચમાં સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. જેમા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમે 7 વિકેટથી મેચ જીતી હતી. IPL…

IPL 2024 ની 47મી મેચમાં સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. જેમા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ટીમે 7 વિકેટથી મેચ જીતી હતી. IPL 2024 હવે એક એવા તબક્કે પહોંચી ગયું છે કે હવે દરેક મેચ પ્લેઓફ (Playoffs) માં જવાનો રસ્તો સ્પષ્ટ કરશે. દિલ્હી સામે જીત બાદ કોલકતાની ટીમ પોઈન્ટ ટેબલ (Points Table) પર બીજા નંબરે પહોંચી ગઇ છે.

KKR ની આસાન જીત

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે 153/9નો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં KKRએ 16.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને 157 રન બનાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ફિલિપ સોલ્ટે KKR માટે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. તેણે સુનીલ નારાયણ (10) સાથે પ્રથમ વિકેટ માટે 79 રન જોડ્યા હતા. અક્ષર પટેલે સાતમી ઓવરમાં નારાયણ અને નવમી ઓવરમાં સોલ્ટને આઉટ કર્યો હતો. રિંકુ સિંહ (11) સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. આ પછી સુકાની શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરે સ્થિર બેટિંગ કરી. બંનેએ ચોથી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી અને KKR ની ટીમે વિજય સાથે વાપસી કરી.

શ્રેયસે 23 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. વેંકટેશે 23 બોલમાં અણનમ 26 રનનું યોગદાન આપ્યું હતું. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા દિલ્હી તરફથી સ્પિનર ​​કુલદીપ યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 26 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. પૃથ્વી શો (13) બીજી ઓવરમાં આઉટ થયો હતો. ફ્રેઝર-મેકગર્ક (12), અક્ષર પટેલ (15) અને અભિષેક પોરેલ (18) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.

IPLમાં એક સ્થળ પર સૌથી વધુ જીત

51 જીત – વાનખેડે ખાતે MI
51 જીત – ઈડન ગાર્ડન્સ ખાતે KKR
50 જીત – ચેન્નાઈમાં CSK
41 જીત – બેંગલુરુમાં RCB

સરળતાથી ક્વોલિફાય કરી શકે છે KKR 

IPL 2024ની 47મી મેચમાં KKRએ દિલ્હીને 7 વિકેટે હરાવીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી તરફ આ હાર બાદ દિલ્હીના પ્લેઓફમાં પહોંચવાના સપનાને જોરદાર ફટકો પડ્યો છે. આ મેચ પહેલા દિલ્હી 10માંથી 5 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતું. હવે દિલ્હી 11માંથી 5 મેચ જીતીને છઠ્ઠા સ્થાને છે. દિલ્હી એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે દરેક મેચ નોકઆઉટ બનતી જશે. હવે જો દિલ્હીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું હોય તો તેણે બાકીની તમામ મેચો જીતવી પડશે.

પ્લેઓફની રેસમાં આ ટીમો

બીજી તરફ, KKR ટીમ આ મેચ પહેલા 8 માંથી 5 મેચ જીતીને બીજા સ્થાને હતી. હવે KKR 9 માંથી 6 મેચ જીતીને બીજા સ્થાને પહોંચી ગયું છે. હવે મુખ્યત્વે 5 ટીમો પ્લેઓફની આ રેસમાં સામેલ છે. જેમાં રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સનું નામ આવે છે. બીજી તરફ, હવે આવી 5 ટીમો પણ તૈયાર કરવામાં આવી છે, જેનું પ્લેઓફમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. જો આ 5 ટીમો પ્લેઓફમાં રમવા માંગે છે, તો તેઓએ કરિશ્માયુક્ત પુનરાગમન કરવું પડશે. આ 5 ટીમોમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – CSK vs SRH : ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઘૂંટણીએ સનરાઈઝર્સ હૈદરાબાદ, જીત સાથે ટોપ 4 માં મેળવી Entry

આ પણ વાંચો – GT vs RCB : વિલ જેક્સની તોફાની સદી, બેંગલુરૂની 9 વિકેટે શાનદાર જીત

Whatsapp share
facebook twitter