+

વિરાટ અને ગીલની જોડીએ કરી કમાલ, શ્રીલંકા સામે ખડક્યો સ્કોરનો પહાડ, આટલા રનનો આપ્યો ટાર્ગેટ

India vs SriLanka : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સીરીઝની ત્રીજી વનડે (3rd Odi) રમાઈ રહી છે. ભારતીય ટીમે પહેલી વનડે 67 રનથી અને બીજી વનડે 4 વિકેટે જીતી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.ભારતના 390 રનભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા જેમાં સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. જ્યàª
India vs SriLanka : ભારત અને શ્રીલંકા વચ્ચે આજે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સીરીઝની ત્રીજી વનડે (3rd Odi) રમાઈ રહી છે. ભારતીય ટીમે પહેલી વનડે 67 રનથી અને બીજી વનડે 4 વિકેટે જીતી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતના 390 રન
ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા જેમાં સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલે (shubhman gill) 97 બોલમાં 116 રન કર્યા હતા અને રોહિત શર્માએ 49 બોલમાં 42 રન, શ્રેયસ અય્યરે 32 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી કસુન રજીથા અને લાહિરુ કુમારાને 2-2 વિકેટ, જ્યારે ચમિકા કરુણારત્નેને 1 વિકેટ મળી હતી.
કોહલી-ગીલની ભાગીદારી
શુભમન ગિલે પોતાના વન-ડે કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી છે. તેણે 89 બોલમાં સદી પૂરી કરી હતી અને ગીલ 97 બોલમાં 116 રને આઉટ થયો. તેણે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 110 બોલમાં 131 રનની ભાગીદારી નોંધાવી છે.
391 રનનો ટાર્ગેટ
જણાવી દઈએ કે, ત્રણ વન-ડે મેચોની સિરિઝમાં ભારત 2-0થી આગળ છે. તિરુવનંતપુરમમાં ત્રીજી વન-ડે રમાઈ રહી છે ત્યારે ભારત ક્લિન સ્વિપના ઈરાદાથી મેદાનમાં ઉતર્યું છે અને શ્રીલંકા સામે 391 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ (ViratKohli) પોતાના વન-ડે કરિયરની 46મી સદી ફટકારી છે. તેણે આ સિરીઝમાં બીજી સદી પૂરી કરી છે અને કોહલીએ ઈન્ટરનેશન કરિયરની 74મી સદી પૂરી કરી છે. વિરાટ કોહલીની (Virat Kohli) છેલ્લી પાંચ ઈનિંગ પર નજર કરીએ તો….
– vs શ્રીલંકા, 166* રન
– vs શ્રીલંકા, 4 રન
– vs શ્રીલંકા, 113 રન
– vs બાંગ્લાદેશ, 113 રન
– vs બાંગ્લાદેશ, 5 રન
રોહિત શર્મા
આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી એબી ડી વિલિયર્સને પાછળ રાખી દીધો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter