+

શોર્ટ વિડીયો બનાવતા તાન્ઝાનિયાના કિલી પોલનું ભારતે કર્યું સન્માન

આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો  બનાવે છે. ખાસ કરીને TikTok ભારતમાં બંધ થયા બાદથી લોકો ઈન્સ્ટાગ્રામની રીલ પર પોતાના શોર્ટ વિડીયો  બનાવે છે. જેમાં તમે ક્યારેક જોયુ હશે કે આ શોર્ટ્સ વિડીયોમાં આફ્રિકન દેશના વતની હોય તેવા બે લોકો જોવા મળે છે. અસલમાં તેઓ બન્ને તાન્ઝાનિયાના છે. તાજેતરમાં આ શોર્ટ્સ વિડિયોના સ્ટાર અને ભારતીય ગીતોના લિપ-સિંકિંગ વિડિયો બનાવવા માટે જાણીતી à
આજે મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો  બનાવે છે. ખાસ કરીને TikTok ભારતમાં બંધ થયા બાદથી લોકો ઈન્સ્ટાગ્રામની રીલ પર પોતાના શોર્ટ વિડીયો  બનાવે છે. જેમાં તમે ક્યારેક જોયુ હશે કે આ શોર્ટ્સ વિડીયોમાં આફ્રિકન દેશના વતની હોય તેવા બે લોકો જોવા મળે છે. અસલમાં તેઓ બન્ને તાન્ઝાનિયાના છે. 
તાજેતરમાં આ શોર્ટ્સ વિડિયોના સ્ટાર અને ભારતીય ગીતોના લિપ-સિંકિંગ વિડિયો બનાવવા માટે જાણીતી તાન્ઝાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર કિલી પૉલનું તાન્ઝાનિયામાં ભારતના હાઈ કમિશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશનર બિનયા પ્રધાને સોમવારે ટ્વિટર પર પૉલ સાથેની તસવીર શેર કરતા આ માહિતી આપી હતી. તસ્વીરમાં, પ્રધાન ભારતીય દૂતાવાસ કાર્યાલયમાં પોલનું અભિવાદન કરતા જોવા મળે છે.  
પ્રધાને ટ્વીટ કર્યું, “આજે, તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશનમાં ખાસ મહેમાન કિલી પૉલ છે. જેણે ભારતીય ફિલ્મોના પ્રખ્યાત ગીતો પર પોતાના વિડિયો વડે લાખો ભારતીયોના દિલ જીતી લીધા છે.” 

પૉલે સોશિયલ મીડિયા મંચ Instagram પર ભારતીય હાઈ કમિશનનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું, “ભારતના હાઈ કમિશન, તમારો ખૂબ ખૂબ આભાર.” 
ઉલ્લેખનીય છે કે, કિલીના ઈન્સ્ટાગ્રામમાં જ 23 લાખ ફોલોવર્સ છે અને તેમાંથી ભારતીય ફોલોવર્સ ઘણા છે. તાન્ઝાનિયામાં ભારતીય હાઈ કમિશને કિલી પાેલને ઑફિસ બોલાવીને તેનું સન્માન કર્યું હતું. ભારતીય અને તેમા પણ ખાસ કરીને સાઉથ ફિલ્મોના તે આશિક છે અને સાઉથની ફિલ્મોની એક્શનમાં તે ડાન્સ કરતો વધુ જાેવા મળે છે. તેની સ્ટાઈલ સોશિયલ મીડિયા પર એટલી બધી વાયરલ થઈ કે તે રાતો રાત સ્ટાર બની ગયાે. આ સન્માન બદલ કિલીએ તેનો ફાેટાે સાેશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
Whatsapp share
facebook twitter