+

Gujarat: લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે ખાનગી બસોનું બુકિંગ વધ્યું, મતદાન કરવા કરાઈ ખાસ અપીલ

Gujarat: ગુજરાતમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના દરેક કામ પડતા મુકીને મતદાન કરવામાં માટે જવાની તૈયારી રાખીને બેઠા છે. નોંધનીય છે કે, 7…

Gujarat: ગુજરાતમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના દરેક કામ પડતા મુકીને મતદાન કરવામાં માટે જવાની તૈયારી રાખીને બેઠા છે. નોંધનીય છે કે, 7 તારીખે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં મતદાન થવાનું છે. મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા પર સારી એવી તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરવું એ વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે અત્યંત જરૂરી છે. મત કોને આપવું એ બધાની વ્યક્તિગત પસંદ હોય છે પરંતુ મતદાન કરવું ખુબ જ આવશ્યક છે. તમને જણાવી દઈએ કે, મતદાન કરવા માટે ખાનગી બસોનું બુકિંગ ખુબ જ વધી ગયું છે.

સુરત, અમદાવાદ અને વડોદરામાંથી સૌરાષ્ટ્ર માટે બુકિંગ થયું

મળતી વિગતો પ્રમાણે લોકશાહીના સૌથી મોટા મહાપર્વની ઉજવણી માટે બસોનું બુકિંગ વધ્યું છે. નોંધનીય છે કે સુરત, અમદાવાદ અને વડોદરામાંથી સૌરાષ્ટ્ર માટે બુકિંગ ખુબ જ વધારે થયું છે. સુરતમાં અત્યારે ધંધાર્થે ઘણા લોકો વસવાટ કરી રહ્યા છે. સુરત શહેરમાંથી 200 કરતા વધારે જ્યારે અમદાવાદમાંથી 150 કરતા વધારે બસોનું બુકિંગ થયું છે. આ સાથે વડોદરાની વાત કરવામાં આવે તો આ શહેરમાંથી 100 કરતા વધારે બસોનું બુકિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મતદાન કરવા જતાં લોકો માટે બસમાં ખાસ સુવિધા કરવામાં આવી છે.

ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા પણ મતદાન કરવા અપીલ

તમને જણાવી દઈએ કે, બસોની સાથે સાથે પાણી, ORS અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હજુ પણ જો કોઈને બસોની જરૂરિયાત હોય તો પણ બસો પૂરી પાડવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા પણ મતદાન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મતદાન જાગૃતિ માટે અત્યારે ખાનગી બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ગુજરાતમાં (Gujarat) 7 તારીખે મતદાન માટે લોકો પોતાના ગામડે કે, શહેરમાં જઈને મતદાન કરી શકે.

આ પણ વાંચો: VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

આ પણ વાંચો: Crime : હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું નિષ્ફળ, સૂરતથી મૌલવીની કરાઇ ધરપકડ

આ પણ વાંચો: ભાજપનો અંતિમ દાવ! ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર, રૂપાલા અંગે કહી મોટી વાત

Whatsapp share
facebook twitter