+

VADODARA : કોટંબી ક્રિકેટ સ્ટેડિયમનો શાનદાર “ફર્સ્ટ લુક” દિલ જીતી લેશે

VADODARA : વડોદરામાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (Kotambi Cricket Stadium Vadodara) નો ફર્સ્ટ લુક (First Look) સામે આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ…

VADODARA : વડોદરામાં તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ (Kotambi Cricket Stadium Vadodara) નો ફર્સ્ટ લુક (First Look) સામે આવ્યો છે. જેને સોશિયલ મીડિયા પર લાખો લોકોના દિલ જીત્યા છે. પ્રિમિયમ વ્યુઇંગ ગેલેરીની ઝલક દેખાડતો નજારો સ્ટેડિયમની ભવ્યતાનો અંદાજો લગાડવા માટે પુરતો છે.

30 હજારથી વધુ દર્શકો બેસી શકે વ્યવસ્થા

બરોડા ક્રિકેટ અસોશિયેશન (Baroda Cricket Association) દ્વારા કોટંબી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુવિધાઓથી ભરપુર ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium) બાદ રાજ્યનું આ સૌથી મોટું સ્ટેડિયમ હોવાનો અંદાજ છે. આ સ્ટેડિયમ તૈયાર કરવામાં રૂ. 220 કરોડ જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. ક્રિકેટ મેચ જોવા માટે 30 હજારથી વધુ દર્શકો બેસી શકે તેવી આરામદાયક બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

6 જેટલા કોમેન્ટેટર બોક્સ

આ સ્ટેડિયમ ત્રણ માળનું છે. અહિંયા ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર પ્રેક્ટીસ કરી શકાય તેવી વ્યવસ્થા છે. પહેલા માળે 100 જેટલી બેઠકો ધરાવતો પ્રેસ કોન્ફરન્સ હોલ છે. બીજા માળે મીડિયા કર્મીઓ મોટી સંખ્યામાં બેસી શકે તેવી વ્યવસ્થા તૈયાર કરવામાંં આવી છે. અને ત્રીજા માળે 6 જેટલા કોમેન્ટેટર બોક્સ છે, સાથે જ ભવ્ય સ્ટુડિયો રૂમ પણ બનાવવામાં આવ્યો છે.

બીસીસીઆઇનો પણ મોટો ફાળો રહ્યો

પીચની ખાસીયતની વાત કરીએ તો બીસીસીઆઇ (BCCI) અને આઇસીસી (ICC) ના નિયમો અને માપદંડ પ્રમાણે સેન્ડ બેઝ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ મેદાન તૈયાર કરવામાં બીસીસીઆઇનો પણ મોટો ફાળો રહ્યો છે. હાલ કોટંબી ક્રિકેટ સ્ટેડિયમનો ફર્સ્ટ લુકનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી રહ્યો છે. અને લોકોને ભારે પસંદ આવી રહ્યો છે. આ સ્ટેડિયમ ટુંકા ગાળામાં વડોદરાની ઓળખ બનવા જઇ રહ્યો છે, જેને લઇને સૌ કોઇ ખુશી અનુભવી રહ્યા છે.

ટેલેન્ટેડ ખેલાડીઓને રાષ્ટ્ર કક્ષાએ રમવા માટેની તક

તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોશિયેશનની એપેક્ષ કમિટીની મીટીંગ મળી હતી. જેમાં ટુંકા ગાળામાં સ્ટેડિયમનુ બાંધકામ કાર્ય પૂર્ણ થઇ જશે તેમ મીડિયાને જણાવવામાં આવ્યું હતું. સાથે જ વડોદરાને ઇન્ટરનેશનલ મેચ અને આઇપીએલ મળે તે માટે બીસીએ સત્તાધીશો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાથે જ વડોદરાની ક્રિકેટ પ્રીમીયર લીગ પણ શરૂ થનાર છે. જેને લઇને સ્થાનિક ટેલેન્ટેડ ખેલાડીઓને રાષ્ટ્ર કક્ષાએ રમવા માટેની તક પણ ખુલી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. માત્ર કોટંબી સ્ટેડિયમ પાસે 30 મીટરના રસ્તાનું કામ જ અટવાયેલું હોવાનું સત્તાધીશોએ ઉમેર્યું હતું.

આ પણ વાંચો — VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

Whatsapp share
facebook twitter