+

પોલીસ જવાનોમાં ઘર કરી ગયેલી મેદસ્વીપણાં, સ્થુળતા જેવા રોગોની પોલીસ કમિશ્નરે શોધી દવા, જાણો

પોલીસ વિભાગમાં વધતાં વજન અને તેને કારણે પોલીસકર્મીઓમાં વધતી બિમારીઓને દુર કરવા વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.. પોલીસ કમિશ્નરે તમામ પોલીસ કર્મચારીઓને સ્વસ્થ રહેવા માટે ફરજિયાત વજન ઉતારવાની સુચના જારી કરી 90 દિવસમાં વજન ઉતરી ચુસ્ત થનાર પોલીસ કર્મચારીને પસંદગીનું પોસ્ટિંગ આપવાની જાહેરાત કરી છે.. જેનાં સકારાત્મક પરિણામ પણ જોવાં મળી રહ્યાં છે.પોલીસ જવાનોન
પોલીસ વિભાગમાં વધતાં વજન અને તેને કારણે પોલીસકર્મીઓમાં વધતી બિમારીઓને દુર કરવા વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.. પોલીસ કમિશ્નરે તમામ પોલીસ કર્મચારીઓને સ્વસ્થ રહેવા માટે ફરજિયાત વજન ઉતારવાની સુચના જારી કરી 90 દિવસમાં વજન ઉતરી ચુસ્ત થનાર પોલીસ કર્મચારીને પસંદગીનું પોસ્ટિંગ આપવાની જાહેરાત કરી છે.. જેનાં સકારાત્મક પરિણામ પણ જોવાં મળી રહ્યાં છે.
પોલીસ જવાનોને ફીટ બનાવવા પહેલ
પોલીસ વિભાગમાં મેદસ્વીતા અને સ્થુળતા જેવાં ઘર કરી ગયેલા રોગોથી રાજ્યનું પોલીસ ડિપાર્ટમેન્ટ ઘણાં લાંબા સમયથી પરેશાન છે.. તેને કારણે પોલીસની કામગીરી પર પડતી વિપરીત અસરોને દુર કરવા પોલીસ વિભાગ દ્વારા પ્રયાસો તો કરવામાં આવે છે, પણ અત્યાર સુધી તેનાં ધાર્યા પરિણામ મળી શક્યાં નથી.. તેવામાં વડોદરા પોલીસે આ મામલે પહેલ કરી પોલીસ કર્મચારીઓને ફીટ બનાવવાનાં સક્રિય પ્રયાસ શરૂ કર્યા છે.
ફીટ સાબિત કરી પસંદગીનું પોસ્ટિંગ
વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંહે પોતાનાં અનફીટ પોલીસ જવાનોનાં સ્વાસ્થ્યની ચિંતા કરતાં તેમનાં માટે એક પ્રોત્સાહક સ્કીમ અમલમાં મુકી છે.. જેમાં 90 દિવસ એટલે કે ત્રણ મહિનામાં નક્કી કરેલ માપદંડ મુજબ વજન ઉતારનાર પોલીસ કર્મીને પસંદગીની જગ્યાએ પોસ્ટિંગ આપવાનું નક્કી કરાયું છે.. જે માટે પોલીસ કમિશ્નર દ્વારા ત્રણ અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે.. શહેર પોલીસ દ્વારા આ માટે તેમનાં 3000 પોલીસ જવાનોનાં બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહિતનાં હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યાં હતાં.
પોલીસ કમિશ્નરની પહેલના સકારાત્મક પરિણામો
જે પૈકી 200 પોલીસ કર્મીઓ અનફિટ જણાયા હતાં. 80 કિલોથી વધુ વજન વાળા રેડ ઝોનમાં આવેલાં આ 200 પોલીસ કર્મીઓને અનફીટમાંથી ફીટ બનાવવા પોલીસ કમિશ્નરે બીડું ઝડપી તેઓને પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું. રેડમાંથી ગ્રીન ઝોનમાં આવનાર એટલે કે પોતાનાં વજનને 70 કિલોથી ઓછું ઘટાડનાર પોલીસ કર્મચારીઓને તેમનાં મનપસંદ પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવાનું નક્કી કરાયું હતું. જેથી આ તમામ પોલીસ કર્મીઓને વજન ઘટાડવા દરરોજ યોગ સહિતની કસરતો શરૂ કરાવી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશ્નરની આ સુંદર પહેલનાં સકારાત્મક પરિણામો પણ મળવા લાગ્યાં છે.
બે મહિલા સહિત 16 કર્મચારીએ વજન ઘટાડ્યું
90 દિવસમાં અત્યાર સુધી વડોદરા શહેર પોલીસનાં 16 પોલીસ કર્મચારીઓએ પોતાનું વજન ઘટાડી પોતાને ફીટ બનાવ્યાં છે. જે પૈકી બે મહિલા પોલીસ કર્મીઓ ASI ભારતીબેન રેવાભાઇએ 21 કિલો વજન ઘટાડી 89 કિલોથી 68 કિલો વજન કર્યું છે, જ્યારે કોન્સ્ટેબલ મોનિકાબેન શૈલેષભાઇએ 17 કિલો વજન ઘટાડી 83 કિલોમાંથી 66 કિલો કર્યું છે. પોતાને ફીટ રાખવાની કટીબદ્ધતા બદલ શહેર પોલીસ કમિશ્નરે બંને મહિલા પોલીસ કર્મીઓને સન્માનિત કરી પસંદગીનાં પોલીસ મથકમાં પોસ્ટિંગ આપ્યું છે.. જો કે, હજી અન્ય જવાનો વજન ઘટાડી પોતાને ફીટ રાખવા પરસેવો પાડી રહ્યાં છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter