+

Stock market : શેરબજારમાં રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો, 900પોઈન્ટનો કડાકો

ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન…

ભારતીય સ્ટોક માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે જેના કારણે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. 5 વર્ષમાં બજારની આ પ્રથમ નકારાત્મક ઓક્ટોબર શ્રેણી છે. ઓક્ટોબર સિરીઝમાં નિફ્ટીમાં લગભગ 4%નો ઘટાડો થયો છે.

 

સેન્સેક્સ-નિફ્ટી સળંગ છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયા છે. પાવર સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરો દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે રિયલ્ટી, ઓટો અને મેટલ ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા હતા. બેન્કિંગ, ફાર્મા અને આઈટી શેર્સ પર દબાણ જોવા મળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 900.91 પોઈન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે 63,148.15 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 264.90 પોઈન્ટ અથવા 1.39 ટકાના ઘટાડા સાથે 18857.25 ના સ્તર પર બંધ થયો હતો.

 

 

3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

આ અઠવાડિયે, સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં અને ઓક્ટોબરના માસિક એક્સપાયરી ડે પર, ભારતીય શેરબજારમાં ઘટાડાનું સુનામી જોવા મળ્યું છે. વેચવાલી અને બજારના બગડતા મૂડને કારણે સેન્સેક્સ 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો થયો હતો. મિડ કેપ ઈન્ડેક્સમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ રહ્યો હતો અને એનએસઈ મિડ કેપ ઈન્ડેક્સ 900 પોઈન્ટ સુધી લપસી ગયો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે 63,148 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 265 પોઈન્ટના ઘટાડા સાથે 18,857 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે આ ઘટાડાથી રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

 

આ  પણ  વાંચો –વાઘ બકરી ચાના એક્ઝિયુક્ટિવ ડિરેક્ટર પરાગ દેસાઇનું નિધન

 

Whatsapp share
facebook twitter