+

સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે મિત્રતા કરી છેતરપીંડી કરનાર ઝડપાયો

સોશિયલ મીડિયા (Social media) મારફતે યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી છેતરપીંડીથી 3.20 લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch)ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ આરોપી સતત પોલીસ ધરપકડ નાસતો ફરતો હતો. પોલીસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી આરોપીને ઝડપી પાડી રાજસ્થાન પોલીસ હવાલે કર્યો છે.યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કર્યોસુરત àª
સોશિયલ મીડિયા (Social media) મારફતે યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી છેતરપીંડીથી 3.20 લાખ પડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch)ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ આરોપી સતત પોલીસ ધરપકડ નાસતો ફરતો હતો. પોલીસે સુરત રેલવે સ્ટેશન ખાતેથી આરોપીને ઝડપી પાડી રાજસ્થાન પોલીસ હવાલે કર્યો છે.
યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કર્યો
સુરત પોલીસ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીને પકડી પડવા સતત કાર્યવાહી કરી રહી છે. તેવામાં રાજસ્થાનમાં સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી વિશ્વાસઘાત કરી તેની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે આ મામલે આ શખ્સ પર રાજસ્થાન ખાતે ગુનો દાખલ થયો હતો. તેથી પોલીસથી બચવા માટે આરોપી ધરપકડ થાય તે પહેલાં ભાગી છૂટ્યો હતો. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝડપી પાડ્યો છે.
3.20 લાખ પડાવ્યા
સુરત પોલીસ છેલ્લા કેટલાય સમયથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપી શોધી જેલમાં મોકલવાની મુહિમને લઇને આવા આરોપી પકડવાની માસ્ટરી આવી ગઈ છે. ત્યારે રાજસ્થાનના અરુણ કુમાર કજોડમલ ચૌધરી નામના શખ્સે મિત્ર વિકાસ કુમાર સાથે મળીને સોશિયલ મીડિયા દ્વારા એક યુવતી સાથે મિત્રતા કરી તેનો વિશ્વાસ કેળવી લગ્નની લાલચ આપીને આ યુવતી પાસેથી 3.20 લાખ પડાવી લઇને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

સુરત રેલવે સ્ટેશનેથી ઝડપાયો
જોકે આ મામલે યુવતી ખબર પડતાં આ યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જોકે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાતાની સાથે આરોપી પોતાની ધરપકડથી બચવા માટે આરોપી ફરાર થઇ ગયો હતો. જોકે આરોપી ત્યારબાદ સુરત ખાતે આવીને રહેતો હતો. આજે આરોપી વિશેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચ મળતા સુરત પોલીસે આરોપી આજે સુરત રેલવે સ્ટેશન ખાતે થી ઝડપી પાડ્યો હતો અને આરોપી પૂછપરછ કરતા આરોપી કરેલ ગુનાની કબૂલાત કરતા સુરત પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ અર્થે રાજસ્થાન પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter