+

Surat : Crime Branch ને મોટી સફળતા, મહારાષ્ટ્રથી ઝડપાયો આરોપી, PAK થી હથિયારોનો આપતો ઓર્ડર

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક આરોપીની મહારાષ્ટ્રના (Maharashtra) મહેબૂબનગરથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપી…

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ એક આરોપીની મહારાષ્ટ્રના (Maharashtra) મહેબૂબનગરથી ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ આરોપી પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર આપતો અને નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે સંપર્કમાં પણ હતો. આ કેસમાં અગાઉ મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકર અને આરોપી મોહમ્મદ અલી ધરપકડ કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રથી આરોપીની ધરપકડ

સુરતમાં (Surat) હિન્દુ નેતાઓની હત્યા કરવાના ષડયંત્ર મામલે મૌલાના મોહમ્મદ સોહેલ અબુબકરની (Maulvi Mohammad Sohail Abubakar) અને બિહારના (Bihar) મુજફરપુરથી આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની (Mohammad Ali Mohammad Sabir) ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હવે ક્રાઇમ બ્રાન્ચને (Crime Branch) વધુ એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 18 વર્ષીય આરોપી શકીલ શેખ ઉર્ફે રઝાની (Shakeel Shaikh) ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મહારાષ્ટ્રના મહેબૂબનગરથી (Mehbubnagar) ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શકીલ શેખ પાકિસ્તાનથી હથિયારનો ઓર્ડર આપતો હતો.

આરોપી શકીલ શેખ ઉર્ફે રઝા

પાકિસ્તાનથી હથિયારોનો ઓર્ડર આપ્યો

આ સાથે આરોપી શકીલ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે ગ્રૂપ મીટિંગ અને વીડિયો કોલ થકી સંપર્કમાં હતો. માહિતી મુજબ, આ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનો એન્ગલ પણ ચકાસી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા ઝડપાયેલ આરોપી મોહમ્મદ અલીની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી અલીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને નેપાળની (Nepal) નાગરિકતા મેળવી હતી. અલી પાસે ભારત (India) અને નેપાળ બંને દેશની નાગરિકતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આથી હવે આરોપી શકીલની પૂછપરછમાં પણ મોટા ખુલાસા થાય તેવી વકી છે.

 

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં મોટો ખુલાસો! પોલીસની ટીમ નેપાળ જશે! જાણો કેમ?

આ પણ વાંચો – Surat : હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા આરોપીએ કર્યા આ ચોંકાવનારા ખુલાસા!

આ પણ વાંચો – Surat Crime Branch: હિન્દુવાદી નેતાઓની હત્યાનું ષડયંત્ર! નેપાળ બોર્ડર નજીકથી વધુ એક આરોપી ઝડપાયો

Whatsapp share
facebook twitter