+

સામાન ખરીદો અને ખરાબ નીકળે તો આ રીતે તમે કરી શકો છો ફરિયાદ

Shopping : આજે મોટા ભાગના લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ (online shopping) કરતા થયા છે. સામાનની ઓનલાઈન કે ઓફલાઈન (Offline) ખરીદી કરતા સમયે લોકો ખૂબ જ ધ્યાન રાખતા જ…

Shopping : આજે મોટા ભાગના લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ (online shopping) કરતા થયા છે. સામાનની ઓનલાઈન કે ઓફલાઈન (Offline) ખરીદી કરતા સમયે લોકો ખૂબ જ ધ્યાન રાખતા જ હોય છે. તેમ છતા ઘણા લોકો સામાનની ખરીદીમાં છેતરાઇ જતા હોય છે. સામાનની ખરીદી સમયે એ જરૂરી છે કે તમે જે પણ ખરીદો છો, તેની સારી રીતે તપાસ કરો અને બિલ (Bill) પણ તેનું લઇ લો. જેથી જો સામાન લીધા બાદ કોઇ પ્રકારનું નુકસાન થાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો.

બિલ લેવાનું ભૂલતા નહીં

ઘણીવાર એવું બનતું હોય છે કે, તમે બજારમાંથી કોઇ સામાનની ખરીદી કરી છે પણ તેનું બિલ લેવાનું ભૂલી ગયા છો ત્યારે તમે દોષમાં આવી જાઓ છો. અને તમે તેની ફરિયાદ પણ કરી શકશો નહીં. આજે જે પણ સામાન ગેરંટી અથવા વોરંટી સાથે આવે છે, તો તેની સ્લિપ ચોક્કસ લો. ગ્રાહક તરીકે, તમે જે સામાન માટે ચૂકવણી કરી છે અને સંપૂર્ણ સ્થિતિમાં તે પ્રાપ્ત કરવાનો તમારો અધિકાર છે. જો આવું ન થાય અને તમને છેતરપિંડીનો સામનો કરવો પડે, તો તમે ઘરે બેઠા તેની ફરિયાદ કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ઘરે બેસીને છેતરપિંડી કરનારાઓને કેવી રીતે પાઠ ભણાવી શકો.

આ રીતે તમે ફરિયાદ કરી શકો છો
  • ઓનલાઈન ફરિયાદ કરવા માટે સૌથી પહેલા તમારે consumerhelp.org.in પર જવું પડશે.
  • આ પછી તમારે મુખ્ય પેજ પર ફરિયાદ નોંધણી ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે સ્ક્રીન પર બે વિકલ્પો દેખાશે.
  • ફરિયાદ નોંધો અને ફરિયાદની વિગતો જુઓ.
  • નવી ફરિયાદ નોંધાવવા માટે વિકલ્પ 1 પર ક્લિક કરો.
  • ફરિયાદ માટે ફોરમમાં ફી જમા કરો.
  • આ પછી, શું ખોટું થયું, શું નુકસાન થયું જેવી વિગતોમાં તમારી ફરિયાદ નોંધો.
  • આ રીતે કોલ કરીને ફરિયાદ નોંધાવો
  • વેબસાઈટ સિવાય ટોલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 પર કોલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.
WhatsApp દ્વારા કેવી રીતે ફરિયાદ કરવી
  • તમે આ 8800001915 હેલ્પલાઇન નંબરને તમારી વોટ્સએપ એપમાં ઉમેરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ સુવિધાથી ગ્રાહકો દસ્તાવેજો પણ શેર કરી શકશે. આ હેલ્પલાઈન ગ્રાહકોને તેમની સમસ્યાઓ વિશે સલાહ આપશે અને તેમની ફરિયાદોના નિરાકરણ માટે જરૂરી માહિતી આપશે.
  • ગ્રાહકો 8130009809 નંબર પર SMS મોકલીને પણ ફરિયાદ કરી શકે છે. એસએમએસ મળ્યા પછી, ગ્રાહકને બોલાવવામાં આવશે અને તેની ફરિયાદ નોંધવામાં આવશે.

આ પણ વાંચો – WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

આ પણ વાંચો – Digital Strike : સરકારે ફરી ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી, 18 OTT એપ્સ સહિત 19 વેબસાઈટ પર પ્રતિબંધ…

આ પણ વાંચો – રોબોટે મહિલા મીડિયાકર્મી સાથે કર્યું કઇંક એવું કે તમે પણ ચોંકી જશો, જુઓ Video

Whatsapp share
facebook twitter