+

સ્લો ઇન્ટરનેટ પણ OTT પ્લેટફોર્મનો કેવી રીતે ઉઠાવશો આનંદ?

દુનિયા હવે આપણી મુઠ્ઠીમાં સમાઇ ગઇ છે. ઇન્ટરનેટના માધ્યમથી આપણે સતત અને ઝડપથી દુનાયાના સંપર્કમાં રહી શકીએ છીએ. ઇન્ટરનેટ હવે એટલે જ તો જીવનનો મહત્વનો કહો કે અનિવાર્ય હિસ્સો બની ચુક્યું છે, તેથી દુનિયામાં તેજીથી બદલાવ આવી રહ્યો છે. આ બદલાવમાં મનોરંજન જગતને પણ ખુબ મોટી રીતે પ્રભાવિત કર્યું છે. આજે વિશ્વભરમાં ઓટીટી પ્લેટફોર્મ્સનો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. તેવામાં પણ છેલ્લા બà
દુનિયા હવે આપણી મુઠ્ઠીમાં સમાઇ ગઇ છે. ઇન્ટરનેટના માધ્યમથી આપણે સતત અને ઝડપથી દુનાયાના સંપર્કમાં રહી શકીએ છીએ. ઇન્ટરનેટ હવે એટલે જ તો જીવનનો મહત્વનો કહો કે અનિવાર્ય હિસ્સો બની ચુક્યું છે, તેથી દુનિયામાં તેજીથી બદલાવ આવી રહ્યો છે. આ બદલાવમાં મનોરંજન જગતને પણ ખુબ મોટી રીતે પ્રભાવિત કર્યું છે. આજે વિશ્વભરમાં ઓટીટી પ્લેટફોર્મ્સનો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. તેવામાં પણ છેલ્લા બે વર્ષથી તો કોરોનાનો આ કપરો કાળ શરૂ થયો અને તેને કારણે દુનિયા આખી લોક થઇ ગઇ. લોકડાઉનમાં સૌથી સરળ મનોરંજનનું માધ્યમ બન્યું હતું OTT. તેમાં પણ OTT પ્લેટફોર્મ્સ પોતાના બહેતરીન કંટેન્ટ અને નાયાબ સિનેમેટોગ્રાફીને કારણે અને તમામ વર્ગ માટેના કંન્ટેન્ટને લઇને પણ OTT સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં રેકોર્ડબ્રેક વૃધ્ધિ જોવા મળી છે. 
જોકે, ઓટીટીની મજા તમે ત્યારે જ માણી શકો છો જ્યારે તમારી પાસે બહેતર નેટ કનેક્શન હોય. સ્લો નેટવર્ક પર ઓટીટી પ્લેટફોર્મનો આનંદ લેવામાં અનેક પ્રકારની તકલીફો સામે આવે છે. આજે તમને એવા ઉપાયો વિષે જાણકારી આપવા જઇ રહ્યા છીએ જેનાથી તમે સ્લો ઇંન્ટરનેટમાં પણ ઓટીટી પ્લેટફોર્મના મજા લઇ શકો છો.
ક્યારેક કોઇ એવા વિસ્તારોમાં પહોંચો છો જ્યાં ઇન્ટરનેટની સ્પીડ ખુબ ઓછી હોય છે. કેટલાક લોકોના કિસ્સામાં એમ પણ હોય છે કે તેમના ઘરમાં ખાસ સ્લો ઇન્ટરનેટની સમસ્યા જોવા મળતી હોય છે. આવા લોકોએ ખાસ OTT પ્લેટફોર્મનો બેઝીક પ્લાન જ ખરીદવો જોઇએ. બેસિક પ્લાનમાં હાઇ રીઝોલ્યૂશન વીડિયો નથી મળતો, તમે આ પ્લાનમાં નોર્મલ રીઝોલ્યુશન વીડિયો જ પ્લે કરી શકો છો. 
નોર્મલ રીઝોલ્યુશન પર વીડિયો પ્લે કરવાથી ઇન્ટરનેટ વધુ વપરાતુ નથી, આના સિવાય એ ફાયદો થાય છે કે તમારો વીડિયો બફર થયા વગર ચાલ્યા કરે છે. જો તમારા એરિયામાં ઇન્ટરનેટ સ્પીડ સ્લો છે તો આપે આજ પ્લાનને પસંદ કરવો જોઇએ. 
આ સિવાય OTT પ્લેટફોર્મ પર વીડિયો પ્લે કરતા સમયે તેને ડ્રેગ ન કરવો જોઇએ. જો તમારા ઘરે વાઇફાઇ રાઉટર લાગેલું છે, તો કોઇ વાંધો નહીં આવે પણ જો તમારા વિસ્તારમાં ઇન્ટરનેટની સ્પીડ સ્લો છે તો વીડિયો ડ્રેગ કરીને ના જોવો જોઇએ. 
સ્લો નેટ કનેક્શન હોય અને વીડિયો ડ્રેગ કરીને જોવાથી તે લાંબા સમય સુધી બફર કરવા લાગે છે. આ કારણે ઘણો સમય બરબાદ પણ થાય છે. જો તમે આ બે વાતોનું ધ્યાન રાખશો તો તમે સ્લો નેટ કનેક્શન પર પણ OTT વીડિયોને સ્ટ્રીમ કરી શકશો. 
તો ફોલો કરો આ નાની નાની ટીપ્સ અને આનંદ ઉઠાવો સ્લો ઇન્ટરનેટમાં પણ OTT પ્લેટફોર્મનો.
Whatsapp share
facebook twitter