+

ડૉ.અતુલ ચગ કેસમાં હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ

ડૉ.અતુલ ચગ કેસમાં હાઇકૉર્ટે ફટકારી નોટિસગુજરાત હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસકન્ટેમ્પ્ટ ઓફ કૉર્ટ અંગે થયેલી અરજી સામે નોટિસ28 માર્ચે આ મામલામાં થશે વધુ સુનાવણીDIG મયંકસિંહ ચાવડાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસSP મનોહરસિંહ જાડેજાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસPI સુનિલ ઈશરાનીને પણ હાઇકૉર્ટે ફટકારી નોટિસપોલીસ ફરિયાદ નોંધે તેવી પરિવારે કરી હતી અરજીસાંસદ રાજેશ ચુડાસમા પર પરિવારà«
ડૉ.અતુલ ચગ કેસમાં હાઇકૉર્ટે ફટકારી નોટિસ
ગુજરાત હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ
કન્ટેમ્પ્ટ ઓફ કૉર્ટ અંગે થયેલી અરજી સામે નોટિસ
28 માર્ચે આ મામલામાં થશે વધુ સુનાવણી
DIG મયંકસિંહ ચાવડાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસ
SP મનોહરસિંહ જાડેજાને ગુજરાત હાઇકૉર્ટની નોટિસ
PI સુનિલ ઈશરાનીને પણ હાઇકૉર્ટે ફટકારી નોટિસ
પોલીસ ફરિયાદ નોંધે તેવી પરિવારે કરી હતી અરજી
સાંસદ રાજેશ ચુડાસમા પર પરિવારે લગાવ્યાં છે આરોપ
સાંસદના પિતા નારણભાઈ ચુડાસમા સામે પણ છે આરોપ
ભાજપના નેતા અને વગદાર નામ હોવાથી નથી થતી ફરિયાદ?
ભાજપના નેતા હોવાથી પોલીસને દબાણ કરાય છે?
શું ભાજપ નેતા હોવાથી તમે સાંસદ રાજેશ ચુડાસમાને છાવરશો?
વેરાવળના જાણીતા ડૉક્ટર અતુલ ચગે આપઘાત (Dr Atul Chag Suicide Case) કર્યો હોવાને એક મહિનો થવા આવ્યો છતાં પોલીસને તપાસમાં કોઈ જ રસ નથી. ડૉક્ટર અતુલકુમાર ચગના આત્મહત્યા કેસમાં ભાજપના જૂનાગઢના સાંસદનું નામ આવતું હોવાથી પોલીસ તપાસમાં ઢીલ દાખવતી હોવાનું સ્પષ્યપણે દેખાઈ રહ્યું છે. મૃતકના પરિવારજનોએ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્ધાર ખખડાવ્યા હતા. સમગ્ર મામલે કન્ટેમ્પ્ટ ઓફ કૉર્ટ અંગે થયેલી અરજી સામે હાઇકોર્ટે નોટિસ આપી હતી. ગુજરાત હાઇકૉર્ટે 4 પોલીસ અધિકારીને નોટિસ ફટકારી છે. 

4 પોલીસ અધિકારીને ફટકારી નોટિસ
સમગ્ર મામલે હાઇકોર્ટે DIG મયંકસિંહ ચાવડા, SP મનોહરસિંહ જાડેજા તથા PI સુનિલ ઈશરાનીને  નોટિસ ફટકારી છે. 28 માર્ચે આ મામલામાં  વધુ સુનાવણી થશે.
શું છે સમગ્ર કેસ
ગત 12 ફેબ્રુઆરીના રોજ ડૉક્ટર અતુલકુમાર ચગે ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલી સંકેલી લીધી હતી. ડૉ. ચગે લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide Note) માં ‘હું નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમાના કારણે આત્મહત્યા કરૂ છું’ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઘટના બાદ વેરાવળ સિટી પોલીસના ચોપડે અકસ્માત મોતની નોંધ કરી હતી. જો કે, આ કેસમાં તપાસ આગળ નહીં વધતા મૃતક અતુલકુમાર ચગના પુત્ર હિતાર્થે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન (Veraval City Police Station) ખાતે સમગ્ર મામલે એક ફરિયાદ આપતા પોલીસે તેને અરજી સ્વરૂપે સ્વીકારી છે. હિતાર્થ ચગના જણાવ્યાનુસાર છેલ્લાં બે દસકાથી નારણભાઈ ચુડાસમા અને રાજેશ ચુડાસમા સાથે સંબંધો હતા અને 10-15 વર્ષથી રૂપિયાની લેવડ-દેવડનો પણ વ્યવહાર હતો. નારણભાઈ ચુડાસમા અને તેમના ભાઈ હીરાભાઈ ખાણ, ખેતી અને જીંગા ફાર્મ વિગેરે વ્યવસાય કરી રહ્યા છે. અંદાજે વર્ષ 2008થી ચુડાસમા પરિવાર ડૉ. ચગ પાસેથી ઉછીના રૂપિયા લઈ જતા અને પરત કરતા હતા. રૂપિયા લેવા માટે નારણભાઈ, સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા (MP Rajesh Chudasma) અને તેમની ઓફિસના કર્મચારીઓ મુકેશભાઈ પાઠક, રાજુભાઈ વંશ અને ભાવેશભાઈ આવતા હતા. ચુડાસમા પરિવાર ધંધામાં રોકાણ અને નિકાસ માટે વર્ષ 2008થી છેલ્લે સુધીમાં રૂપિયા 1.50 કરોડથી 1.75 કરોડ સુધીની રકમ ઉછીની લઈ ગયો છે. આ પેટે સાંસદ સભ્યના પિતા નારણભાઈ ચુડાસમાએ ધી વેરાવળ પીપલ્સ કો.ઓ. બેંક (The Veraval Peoples Co Op Bank) ના પોતાની સહીવાળા 3-4 કોરા ચેક આપેલા પણ રૂપિયા પરત કરતા ન હતા. વર્ષ 2021ના તારીખ 29 નવેમ્બરના રોજ ડૉ. ચગે તેમની પત્ની સાથેના સંયુક્ત બેંક એકાઉન્ટમાં રૂપિયા 90 લાખનો ચેક જમા કરાવ્યો હતો, પરંતુ આ ચેક પરત (Cheque Bounce) થયો હતો. ડૉ. અતુલ ચગે રૂપિયાની ઉઘરાણી કરવાની સાથે સાથે ચેક રિર્ટન મામલે કેસ કરવાનું કહેતા ચુડાસમા પિતા-પુત્ર ભડક્યા હતા અને બેફામ ધમકીઓ આપી હતી.

મૃતકના પુત્રએ લગાવ્યા હતા આરોપ
સ્વર્ગસ્થ અતુલકુમાર ચગના પુત્ર હિતાર્થે ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા (BJP MP Rajesh Chudasma) અને સાંસદના પિતા પર આરોપ લગાવ્યા છે. જ્યારે જ્યારે ચગ પરિવારે રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે ત્યારે MP રાજેશ ચુડાસમા અને તેમના પિતાએ હત્યા કરવા સુધીની ધમકીઓ આપી છે. ગત ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ડૉ. ચગે ઉઘરાણી કરી તો ચુડાસમા પિતા-પુત્રએ ગાળો ભાંડી હતી. BJP MP રાજેશ ચુડાસમાએ ‘હું ભાજપનો સંસદ સભ્ય છું અને ગુજરાત અને દેશમાં અમારી સરકારો છે. અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી’

પોલીસની શંકાસ્પદ ભૂમિકા
ડૉ. અતુલકુમાર ચગ આપઘાત કેસમાં વેરાવળ સિટી પોલીસની ભૂમિકા શરૂઆતથી જ શંકા ઉપજાવી રહી છે. સ્યૂસાઈડ નોટમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણભાઈનું સ્પષ્ટ નામ લખ્યું હોવા છતાં પોલીસ હાથ પર હાથ મુકીને બેસી રહી છે. ચગ પરિવારને પોલીસ સહકાર નહીં આપતી હોવાથી આખરે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી કન્ટેમ્પટ પિટીશન (Contempt Petition) માં વેરાવળ સિટી પીઆઈ સુનિલ ઈશરાણી (PI Sunil Ishrani) ડીવાયએસપી ખેંગાર (DySP Khengar) ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા (Gir Somnath SP Manoharsinh Jadeja) અને જૂનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડા (Junagadh Range IGP Mayanksinh Chavda) ને પાર્ટી બનાવાયા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter