+

પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર રોમાનિયાના નાગરિકનું દિલધડક રેસ્ક્યૂ, જુઓ video

પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વેપારી જહાજમાં રોમાનિયાના નાગરિકને હાર્ટએટેક આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરે રેસ્ક્યૂ કર્યું હતું. નાગરિકને એરલિફ્ટ કરીને પોરબંદર…

પોરબંદરના દરિયાકાંઠેથી 82 કિમી દૂર દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વેપારી જહાજમાં રોમાનિયાના નાગરિકને હાર્ટએટેક આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરે રેસ્ક્યૂ કર્યું હતું. નાગરિકને એરલિફ્ટ કરીને પોરબંદર લાવવામાં આવ્યો હતો. જહાજમાં મુસાફરી દરમ્યાન અચાનક આ ઘટના બની હતી. જેમાં તાત્કાલિક રેસક્યું સેન્ટરને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક રેસક્યું માટેની ટિમ મોકલવામાં આવી હતી.

ભારતીય કોસ્ટગાર્ડના ALH ધ્રુવ હેલિકોપ્ટરને સૂચના મળતા તાત્કાલિક રેસક્યું સાધનો સાથે પોરબંદરના દરિયા કાંઠે થી 82 કિલોમીટર જેટલુ હેલિકોપ્ટરે અંતર કાપીને રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હાર્ટએટેકને કારણે રોમાનિયાના નાગરિકની સ્થિતિ ગંભીર બની હતી. જેથી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મધ દરિયેથી હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસક્યું કરવામાં આવ્યું છે.

 

આપણ  વાંચો અમદાવાદમાં વરસાદનું આગમન, નાગરિકોને ગરમીથી મળી રાહત

 

 

Whatsapp share
facebook twitter