+

હવાલા ઓપરેટર મોહમ્મદ યાસીનની ધરપકડ, આતંકવાદીને લાખો રૂપિયા કર્યા હતા ટ્રાન્સફર

દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશિયલ સેલ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્ક ગેટથી એક હવાલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે, જે લશ્કર અને અલ બદર જેવા આતંકવાદી સંગઠનોને હવાલા દ્વારા પૈસા પૂરા પાડતો હતો. મોહમ્મદ યાસીન નામના આ હવાલા ઓપરેટરે કાશ્મીરના એક આતંકવાદીને 10 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, જેનો ઉપયોગ પાછળથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો
દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશિયલ સેલ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્ક ગેટથી એક હવાલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે, જે લશ્કર અને અલ બદર જેવા આતંકવાદી સંગઠનોને હવાલા દ્વારા પૈસા પૂરા પાડતો હતો. મોહમ્મદ યાસીન નામના આ હવાલા ઓપરેટરે કાશ્મીરના એક આતંકવાદીને 10 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, જેનો ઉપયોગ પાછળથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો.
તુર્ક ગેટમાં રહેતો મોહમ્મદ યાસીન આતંકી સંગઠન લશ્કર અને અલ બદરના એજન્ટ તરીકે કામ કરતો હતો. 17 ઓગસ્ટના રોજ મોહમ્મદ યાસીને જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી ઓપરેટિવ અબ્દુલ હમીદ મીરને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લગભગ 10 લાખ રૂપિયા મોકલ્યા હતા. આ સંદર્ભે જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ નોંધ્યો હતો અને જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી હામિદની ધરપકડ કરી હતી. તેમના કહેવા પર દિલ્હીથી આ ધરપકડ કરવામાં આવી છે.
યાસીનનો દિલ્હીના મીના બજારમાં કપડાંનો બિઝનેસ છે. પોલીસે યાસીન પાસેથી સાત લાખ રૂપિયા રોકડા, એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. મોહમ્મદ યાસીન હવાલા મની ચેનલ તરીકે કામ કરતો હતો. તે વિદેશમાં સ્થિત તેના સ્ત્રોતો પાસેથી નાણાં એકત્ર કરતો હતો અને તેને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથોને મોકલતો હતો. પૂછપરછ દરમિયાન મોહમ્મદ યાસીને ખુલાસો કર્યો હતો કે હવાલાના પૈસા દક્ષિણ આફ્રિકાના માધ્યમથી સુરત અને મુંબઈમાં ભારતમાં મોકલવામાં આવી રહ્યા છે.

દિલ્હીથી કુરિયર દ્વારા પૈસા મોકલવામાં આવ્યા હતા
આ હવાલા ચેઈનમાં મોહમ્મદ યાસીન દિલ્હીની કડી હતો અને આ રકમ દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ કુરીયર મારફતે ટ્રાન્સફર કરતો હતો. આ રકમ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને અલ બદરના આતંકવાદીઓને આપવામાં આવી હતી.
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે માહિતી આપી હતી
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર એચ.જી. એસ ધાલીવાલે કહ્યું કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી યાસીનને હવાલા દ્વારા 24 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા, જેમાંથી તેણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને બે અલગ-અલગ કુરિયર દ્વારા 17 લાખ રૂપિયા મોકલ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી અબ્દુલ હમીદ મીરને તેણે આપેલા 10 લાખ રૂપિયા J&K પોલીસે જપ્ત કર્યા છે, જ્યારે સર્ચ દરમિયાન તેના ઘરેથી 7 લાખ રૂપિયા મળી આવ્યા છે.
Whatsapp share
facebook twitter