+

VADODARA : વિશ્વામિત્રી નદીનું જળ સ્તર 26 ફૂટ પહોંચ્યુ, કાલાઘોડા બ્રિજ પર પોલીસનો પહેરો

VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) નું જળસ્તર પહેલા વરસાદમાં ધમાકેદાર બેટીંગ બાદ 26 ફૂટ પર પહોંચ્યું છે. જેને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી…

VADODARA : વડોદરા (VADODARA) ના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) નું જળસ્તર પહેલા વરસાદમાં ધમાકેદાર બેટીંગ બાદ 26 ફૂટ પર પહોંચ્યું છે. જેને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળવાની શક્યતાઓ રહેલી છે. તો બીજી તરફ વિશ્વામિત્રી નદીનું જળસ્તર ભય જનક સપાટી નજીક જતા કાલાઘોડા બ્રિજ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો જળસ્તર વધે, તો કાલાઘોડા બ્રિજનો લોકોની અવર-જવર માટે બંધ કરવો પડે તેવી સ્થિતીનું સર્જન થશે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શક્યતાઓ

વડોદરામાં ગતરોજ વરસાદે ધોધમાર બેટીંગ કરી હતી. જેને પગલે એક જ દિવસમાં શહેરમાં પૂર જેવી સ્થિતીનું સર્જન થયું હતું. ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનું સ્તર એકમદ વધી ગયું હતું. આજે સવારે 5 કલાકે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 26 ફૂટ પહોંચ્યું હતું. 26 ફૂટની ઉપર નદીનું જળસ્તર ભયજનક સપાટી માનવામાં આવે છે. આ સ્થિતીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની પ્રબળ શક્યતાઓ છે. જેને ધ્યાને રાખીને પાલિકા તંત્ર દ્વારા ગતરોજથી જ રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સ્થિતી પર તંત્ર બાજ નજર રાખીને બેઠું છે

શહેરના કાલાઘોડા બ્રિજ પર હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, જો પાણીનું સ્તર હજી વધે, તો બ્રિજને લોકોની અવર-જવર માટે બંધ કરવો પડી શકે તેમ છે. જો કે, હાલ બ્રિજ પર વાહનોની અવર-જવર ચાલુ છે. સમગ્ર સ્થિતી પર તંત્ર બાજ નજર રાખીને બેઠું છે.

દરવાજા ખોલવા પડે તેવી સ્થિતી

તો બીજી તરફ ગતરાત્રે મામલતદાર કચેરી વાઘોડીયાથી મળેલી માહિતી મુજબ આજવા ડેમમાં હાલમાં ડેમનું લેવલ 211.25 હતું. જે 211 કરવા માટે ડેમના 62 દરવાજા ખોલી પાણી છોડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, સવારે 5 વાગ્યાની સ્થિતીએ જળસ્તર 212.20 ફૂટ હતું.

આ પણ વાંચો — VADODARA : એલર્ટ કરાતા ઉર્મિ બ્રિજ પર વાહનો લાઇનસર પાર્ક થયા

Whatsapp share
facebook twitter