+

Ganesh Chaturthi : ગુજરાતભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ, વાજતે-ગાજતે શ્રીજીની સ્થાપના, જુઓ Video

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ગણેશ ચતુર્થીની ઉજવણી વસ્ત્રાપુર વિસ્તારમાં ‘વસ્ત્રાપુર મહાગણપતિ’ તરીકે બાપ્પાની સ્થાપના રાજકોટમાં 6 હ જાર જગ્યાઓ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના Ganesh Chaturthi : આજે ગુજરાત સહિત…
  1. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં ગણેશ ચતુર્થીની ઉજવણી
  2. વસ્ત્રાપુર વિસ્તારમાં ‘વસ્ત્રાપુર મહાગણપતિ’ તરીકે બાપ્પાની સ્થાપના
  3. રાજકોટમાં 6 હ જાર જગ્યાઓ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના

Ganesh Chaturthi : આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગણપતિ બાપ્પાનાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ, સુરત (Surat), વડોદરા સહિતનાં વિવિધ જિલ્લાઓમાં ગણેશોત્સવની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વિઘ્નહર્તાનાં વધામણાં કરવા માટે ભક્તોની આતુરતાનો આજે અંત આવ્યો છે.

અમદાવાદમાં ‘વસ્ત્રાપુર મહાગણપતિ’ તરીકે બાપ્પાની સ્થાપના

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો ગણપતિ બાપ્પાનાં આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં ‘વસ્ત્રાપુર મહાગણપતિ’ તરીકે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) પાવન અવસર પર વહેલી સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી હતી. બાપ્પાનાં દર્શન કરવા માટે વહેલી સવારથી જ ગણેશભક્તોની કતાર લાગી હતી. સાથે જ શહેરનાં વિવિધ વિસ્તારમાં પણ ગણેશોત્સવની (Ganeshotsav) ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.

‘શ્રી સિદ્ધિ ગ્રૂપ પ્રા. લિ.’ દ્વારા વિઘ્નહર્તાનાં વધામણાં

અમદાવાદમાં ‘શ્રી સિદ્ધિ ગ્રૂપ પ્રા. લિ.’ (Shri Siddhi Group Pvt. Ltd) દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગણેશ મેરિડિયનમાં (Ganesh Meridian) ગણેશ પંડાલમાં શ્રીજીની વાજતે-ગાજતે સ્થાપના કરવામાં આવી છે. અહીં, દસ દિવસ સુધી બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવશે. ‘શ્રી સિદ્ધિ ગ્રુપ પ્રા. લિ.’ દ્વારા વિઘ્નહર્તાનાં વધામણાં ધામધૂમથી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો –Ganesh Chaturthi 2024: ગણેશજીને આ 3 વસ્તુઓ અર્પણ કરવાથી,બાપ્પાના મળશે આશીર્વાદ

રાજકોટમાં 6 હજાર જગ્યાઓ પર ગણેશજીની સ્થાપના થશે

રાજકોટમાં (Rajkot) ઠેર ઠેર જગ્યાં દુધાળા દેવ ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. માહિતી મુજબ, રાજકોટમાં નાના-મોટા આમ અલગ-અલગ સ્થળે 6 હજાર જગ્યાઓ પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ત્રિકોણબાગમાં ‘ત્રિકોણબાગ કા રાજા’, સર્વેશ્વર ચોકમાં ગોલ્ડન થીમ પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઉપરાંત, જે.કે. ચોકમાં સફેદ મુસ્ક દ્વારા ગણેશજી પ્રદક્ષિણા કરતા જોવા મળશે. જ્યારે. રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભાજપ (BJP) દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો –Lal Bagh Cha Rajaને અનંત અંબાણીએ પહેરાવ્યો કરોડોનો….

સુરત અને વડોદરામાં પણ ધૂમધામથી ઉજવણી

સુરતમાં (Surat) પણ આજે વિવિધ સ્થળે ગણેશ સ્થાપના કરવામાં આવી છે. ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) પર્વ નિમિત્તે શહેરનાં વિવિધ ગણેશ મંદિરોમાં દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સુરતનાં પાલનપુર પાટિયા સ્થિત ગણેશ મંદિરમાં દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. વડોદરામાં (Vadodara) પણ ગણેશ ચતુર્થી નિમિત્તે લક્ષ્મી વિલાસ પેલેસનાં ગણેશની શાહી સવારી નીકળી હતી. બેન્ડ બાજા સાથે વાજતે ગાજતે પાલખીમાં ગણેશજીને દાંડિયા બજાર સુધી લઇ જવામાં આવ્યા હતા. પેલેસનાં દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ચૌહાણ પરિવાર દ્વારા વર્ષોથી મૂર્તિ તૈયાર કરવામાં આવે છે. વર્ષોથી 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની માટીની ગણેશજીની મૂર્તિ બનાવાય છે.

આ પણ વાંચો –Rapeનો આરોપી ઉપર જાય ત્યારે કઇ સજા ભોગવે છે..?

Whatsapp share
facebook twitter