+

VADODARA : ગરબા રમવા જવા માટે દિકરીઓનું વિરોધ પ્રદર્શન

VADODARA : વડોદરા (VADODARA) ની સમરસ હોસ્ટેલમાં રહેતી દિકરીઓને ગરબા રમવા માટે ના જવા દેવામાં આવતા તેમણે સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિકરીઓએ આરોપ મુક્યો કે, અત્યાર સુધી અમને ગરબા…

VADODARA : વડોદરા (VADODARA) ની સમરસ હોસ્ટેલમાં રહેતી દિકરીઓને ગરબા રમવા માટે ના જવા દેવામાં આવતા તેમણે સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિકરીઓએ આરોપ મુક્યો કે, અત્યાર સુધી અમને ગરબા રમવા માટે જવા દેવામાં આવતા હતા. પરંતુ આ વર્ષે તેમ થઇ રહ્યું નથી. જેને પગલે દિકરીઓમાં ભારે આક્રોષની લાગણી જોવા મળી રહી છે. વિરોધ પ્રદર્શનની વેળાએ હોસ્ટેલના વોર્ડન ગેરહાજર હતા.

આખરે તમામે એકત્ર થઇને સુત્રોચ્ચાર-વિરોધ કર્યો

વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે. લોકો અહિંયા દુર દુરથી ગરબા રમવા માટે આવે છે. ત્યારે વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતી દિકરીઓને મેનેજમેન્ટ દ્વારા ગરબા રમવા જવા માટે પ્રતિબંધ મુકવામાં આવતા વિરોધ કર્યો છે. દર વર્ષે દિકરીઓને યોગ્ય વ્યવસ્થા સાથે ગરબા રમવા માટે જવા દેવામાં આવતા હતા. પરંતુ આ વર્ષે તંત્ર દ્વારા જોહુકમી દાખવીને તેમને નથી જવા દેવામાં આવ્યા, તેવો આરોપ દિકરીઓ તંત્ર પર મુકી રહી છે. આખરે તમામે એકત્ર થઇને સુત્રોચ્ચાર, વિરોધ કરીને પોતાની લાગણી વ્યક્ત કરી છે.

અમારા વોર્ડન અમને રોકી રહ્યા છે

આ તકે એક દિકરીએ જણાવ્યું કે, અમને દર વર્ષે જવા દેવામાં આવે છે. આ વખતે તેમણે અમને કહી દીધું કે તેમને જવા દેવામાં નહીં આવે. આ વખતે અમે ચૂંટાયેલા પ્રતિનિધિને ફરિયાદ કરી, છતાં પણ અમારી વાત સાંભળવામાં નથી આવતી. સાંસદે કહ્યું હતું કે, અમને જવા દેવામાં આવશે. બીજુ નોરતું થયું છતાં પણ અમને જવા દેવામાં આવતા નથી. અમારા વોર્ડન અમને રોકી રહ્યા છે. અમે જવાબ માંગીએ તો વોર્ડન દ્વારા અમને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે.

અમારે નિયમ મુજબ જ કરવું પડે

હોસ્ટેલ તરફે હાજર નિલમ વસાવાએ જણાવ્યું કે, અમારે હેડ મેડમ હાલ નથી. તેઓ અહિંયા જ હોય છે, પરંતુ તેઓ હાલ અહિંયા નથી. અમારે નિયમ મુજબ જ કરવું પડે.

આ પણ વાંચો — VADODARA : વડોદરા એરપોર્ટને ધમકીભર્યો ઇમેલ મળતા તંત્ર એલર્ટ

Whatsapp share
facebook twitter