+

VADODARA : ભણતર-નોકરી અંગે માતાએ ઠપકો આપતા પુત્રએ દવા ગટગટાવી

VADODARA : વડોદરા (VADODARA) પાસે સીસવ ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં તેને…

VADODARA : વડોદરા (VADODARA) પાસે સીસવ ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પુત્રએ અંતિમ પગલું ભરી લેતા માતા-પિતા શોકમય બન્યા છે. તો બીજી તરફ આ મામલે વડોદરા ગ્રામ્યના મંજુસર પોલીસ મથકમાં બનાવ અંગે અકસ્માતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભણવા ના જવું હોય તો અમને ખેતીકામમાં મદદ કર

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કનુભાઇ અંબાલાલ સોલંકી સીસવાગામે આવેલા મહાદેવ ફળિયામાં તેમના પરિવાર સાથે રહે છે. તાજેતરમાં તેમની પત્નીએ પુત્ર ગૌતમ (ઉં.19) ને ઠપકો આપ્યો હતો. ગૌતમ ગોરવા આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો. પરંતુ તે છેલ્લા કેટલાય સમયથી કોલેજ જતો ન્હતો. અને ગામમાં આંટાફેરા મારતો હતો. જેથી તેની માતાએ તેના સારા ભવિષ્યને ધ્યાને લઇને કહ્યુંકે, તું ભણવા પણ નથી જતો, અને નોકરી પણ નથી શોધતો. જો તારે ભણવા ના જવું હોય તો અમને ખેતીકામમાં મદદ કરવા લાગ.

વધુ તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપાઇ

આ વાતનું ગૌતમને મનોમન લાગી આવ્યું હતું. બાદમાં તેણે ખેતરે જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટના અંગે જાણ થતા જ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ ઘટના અંગે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંઘ કરવામાં આવી છે. અને મામાલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કંચનભાઇ રતનભાઇ કરી રહ્યા છે.

આકસ્મિક રીતે ટાંકીમાં પડ્યા

અકસ્માતે નોંધની બીજી ઘટનામાં સેવાસી ગામના પીપળાગેટ ફળિયામાં રહેતા શિલ્પાબેન અશોકભાઇ પટેલ (ઉં.54) તાજેતરમાં પોતાના ઘરની બહાર બનાવેલા અંડરગ્રાઉન્ડ ટાંકીનો નળ બંધ કરવા જતા હતા. દરમિયાન તેઓ આકસ્મીક રીતે તેમાં પડી જતા તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી છે. અને આ મામલાની તપાસ એએસઆઇ જયદિપસિંહ માનસિંહ કરી રહ્યા છે.

અગમ્ય કારણોસર દવા ગટગટાવી

અકસ્માતે નોંધની ત્રીજી ઘટનામાં માંત્રોજ નવીનગરી, કરજણમાં રહેતા સુનિલભાઇ જશુભાઇ વસાવા (ઉં. 30) એ 21 જુલાઇના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જે બાદ તાત્કાલીક તેઓને સારવાર અર્થે કરજણ સીએચસીમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહિંયા સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી છે. અને આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇ ઝીપરભાઇ કરી રહ્યા છે.

આ પણ વાંચો — Gujarat: રાજ્યમાં ચાંદીપુરાનો કહેર, રાજકોટમાં એક 11 વર્ષીય બાળકીનું નીપજ્યું મોત

Whatsapp share
facebook twitter