+

VADODARA : ખનીજ માફીયાઓ સામેની લડતમાં સાંસદ-ધારાસભ્યને મળી પહેલી જીત

VADODARA : આજે વડોદરા (VADODARA) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. તેમાં સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA BJP…

VADODARA : આજે વડોદરા (VADODARA) જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક મળી હતી. તેમાં સાંસદ તથા ધારાસભ્યો હાજર રહ્યા હતા. મીટિંગ પૂર્ણ થયા બાદ સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA BJP MP DR. HEMANG JOSHI) એ જણાવ્યું કે, બે મહિનાની રજુઆતને પગલે ખાણ ખનીગ વિભાગ એક્શનમાં આવ્યું છે. કાર્યવાહી કરવા મામલે વડોદરા રાજ્યમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે. આમ, સાંસદ અને ધારાસભ્યોના પ્રયત્ન ફળ્યા હોવાનું અને ખનીજ માફીયાઓ સામેની લડાઇમાં પહેલી જીત મળી હોવાનું સ્પષ્ટ ફલિત થવા પામ્યું છે.

એસએસજી હોસ્પિટલમાં કલેક્ટરના સુપરવિઝન હેઠળ સર્વે કરવામાં આવે

આજની બેઠક અંગે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA BJP MP DR. HEMANG JOSHI) એ કહ્યું કે, કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તાનું કામ શરૂ નથી થયું, અથવા તો ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઉદાહરણ તરીકે રણોલી બ્રિજ અંગે રજુઆત કરવામાં આવી છે. શહેરના રસ્તાઓનો હવાલો ડીડીઓના અંદરમાં આવતો હોય છે. તે રસ્તાઓનું મરામર કાર્ય કરવાની રજુઆત કરવામાં આવી છે. આપણી સરકારી એસએસજી હોસ્પિટલમાં કલેક્ટરના સુપરવિઝન હેઠળ સર્વે કરવામાં આવે. તેમાં ડોક્ટર, નર્સ તથા દર્દીઓની સુવિધા, સ્વચ્છતાને સાંકળવામાં આવે. હોસ્પિટલમાં કોઇ પણ બનાવ ના બને, સુવિધાઓ સુદ્રઢ બને, તે માટે સર્વે કરવા જણાવ્યું છે.

જોઇન્ટ સર્વે કરીને ખનીજચોરી અટકે તે માટે કડક પગલાં લેવા જણાવ્યું

વધુમાં તેમણે જણાવ્યું કે, સાથે જ ખાણ ખનીજ વિભાગ છે, તેમના હેડને ટકોર કરીને, જોઇન્ટ સર્વે કરીને ખનીજચોરી અટકે તે માટે કડક પગલાં લેવા જણાવ્યું છે. બે મહિનાની રજુઆતને પગલે ખાણ ખનીગ વિભાગ એક્શનમાં આવ્યું છે. કાર્યવાહી કરવા મામલે વડોદરા રાજ્યમાં બીજા ક્રમાંકે પહોંચ્યું છે. અકોટાના ધારાસભ્યએ કેશડોલને લઇને જે વિસ્તારો બાકી છે, તેની રજુઆત કરી છે. તેનો ત્વરિત સર્વે કરવા માટે સુચન કરવામાં આવ્યું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પાક નુકશાનીનો સર્વે કરવા માંગ કરવામાં આવી છે.

…તો જરૂરીયાતમંદ ખેડુતો સુધી લાભ ના પહોંચી શકાય

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે (BJP MLA KETAN INAMDAR – SAVLI) જણાવ્યું કે, મારો મુખ્ય મુદ્દો હતો કે, વધુ પડતા વરસાદના કારણે ખેડુતોનો પાકમાં નુકશાન થયું છે. તેનો સર્વે સંતોષકારક નથી થયો. સર્વે બરાબર ના થયો હોય તો જરૂરીયાતમંદ ખેડુતો સુધી લાભ ના પહોંચી શકાય. સરકાર મોટા મનથી ખેડુતોને પાક વળતર આપવા માંગતી હોય તો, ખેડુતોને સર્વેના અભાવે લાભ ના મળી શકે. આ સર્વે ખોટો લાગે છે, ઉણપ એટલા માટે લાગે છે, જિલ્લાના 1.10 લાખ ખેડુતો છે. તેમાંથી 7 હજાર ખેડુતોને જ વળતરનો લાભ મળી શકે છે. 6 હજાર હેક્ટર જમીનને જ લાભ મળે છે.

બાગાયત ખેતીનો ખર્ચ વધુ હોય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં લાખો હેક્ટર જમીન છે. કલેક્ટર અને ડીડીઓએ ખાતરી આપી છે, ઉણપ રહી હોય ત્યાં સર્વે ફરી કરાવીને વળતર આપાવીશું. બાગાયત ખેતીનો ખર્ચ વધુ હોય છે. તેને હેક્ટર પ્રમાણે આપવામાં આવે તો તેમને કશું મળતું નથી. તેમને વધારે વળતર આપવામાં આવે તેવી રજુઆત છે. આ વર્ષની કુદરતી આફત સમયે તેમને મદદ મળી રહે.

આ પણ વાંચો — VADODARA : પૂર સહાયનો સર્વે અંતિમ તબક્કામાં, સરકારે “ઝડપ” રાખવા કહ્યું

Whatsapp share
facebook twitter