+

PM Narendra Modi એ મુંબઈની મેટ્રોની કરી સવારી, યાત્રીઓ સાથે કરી વાતચીત…

Congress ભારતની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ પર બિલ લાવી છે સરકારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો PM Narendra Modi Mumbai Metro :…
  • Congress ભારતની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે
  • વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ પર બિલ લાવી છે
  • સરકારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો

PM Narendra Modi Mumbai Metro : PM Narendra Modi આ દિવસોમાં મહારાષ્ટ્રના પ્રવાસે ગયા છે. આ દરમિયાન PM Modi એ થાણેમાં 32 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન PM Modi એ મુંબઈ મેટ્રો લાઇન 3 ના BKC થી આરે JVLR સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પહેલા થાણેમાં જનસભાને સંબોધિત કરતા PM Modi એ Congress પર નિશાન સાધ્યું હતું.

Congress ભારતની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે

PM Modi એ કહ્યું કે Congress સૌથી જૂની પાર્ટી છે. Congress સૌથી ભ્રષ્ટ અને અપ્રમાણિક પાર્ટી છે. આ દરમિયાન જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં Congress સરકારે હદ વટાવી દીધી છે. Congress સરકારે હિમાચલ પ્રદેશમાં શૌચાલય પર ટેક્સ લગાવ્યો છે. Congress એ લૂંટ અને છેતરપિંડીનું સંપૂર્ણ પેકેજ છે. જનસભાને સંબોધતા PM Modi એ કહ્યું કે Congress ભારતની સૌથી બેઈમાન અને ભ્રષ્ટ પાર્ટી છે.

આ પણ વાંચો: AAP નેતા દિલ્હીમાં BJP ના ધારાસભ્યોના પગ પકડવા માટે થયા મજબૂર!

વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ પર બિલ લાવી છે

PM Modi એ વધુમાં જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જ જમીન કૌભાંડમાં Congress ના એક મુખ્યમંત્રીનું નામ સામે આવ્યું હતું. તેમના એક મંત્રીએ મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમનું અપમાન કર્યું. હરિયાણામાં ડ્રગ્સ સાથે Congress ના નેતા ઝડપાયા હતાં. PM Modi એ વધુમાં કહ્યું કે મારી સરકાર વકફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ પર બિલ લાવી છે. પરંતુ તુષ્ટિકરણની રાજનીતિ ખાતર Congress ના નવા શિષ્યો તેનો વિરોધ કરવાનું પાપ કરી રહ્યા છે. જ્યારે Congress ના લોકો વીર સાવરકર વિશે ખોટું બોલે છે ત્યારે પણ Congress ના શિષ્યો તેમની પાછળ ઉભા રહે છે.

સરકારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો

PM Modi એ આગળ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, Congress કહી રહી છે કે તેઓ કલમ 370 પુનઃસ્થાપિત કરશે. પરંતુ તેમના શિષ્યો આ અંગે મૌન છે. નવી વોટ બેંક ખાતર વિચારધારાનું આવું અધઃપતન. જનસભાને સંબોધતા PM Modi એ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે મરાઠી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે.

આ પણ વાંચો: IndiGo Airline ની મુસાફરીમાં લાગી બ્રેક, એરપોર્ટ લાંબી લાઈનો જોવા મળી

Whatsapp share
facebook twitter