+

Rajkot Gamezone Fire : RMC અને કમિશનરનો HC એ બરોબરનો ઉધડો લીધો! સોગંદનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી RMC અને કમિશનરનો હાઇકોર્ટે ઉધડો લીધો કોર્પોરેશનનાં સોગંદનામા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે આજે હાઈકોર્ટમાં…
  1. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી
  2. RMC અને કમિશનરનો હાઇકોર્ટે ઉધડો લીધો
  3. કોર્પોરેશનનાં સોગંદનામા સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Gamezone Fire) મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે (Gujarat High Court) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરનો બરોબરનો ઉધડો લીધો હતો. કોર્ટે સવાલ કર્યો કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ કરાઈ નથી ? ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ હોવા છતાં પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ?

આ પણ વાંચો – Rajkot : મનપાની ગંભીર બેદરકારીએ વધુ એકનો ભોગ લીધો! ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત

RMC અને કમિશનરનો હાઇકોર્ટે બરોબરનો ઉધડો લીધો!

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડે (Rajkot Gamezone Fire) સમગ્ર રાજ્યને હચમચાવી દીધો હતો. આ ઘટનામાં માસૂમ બાળકો સહિત 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે રાજકોટ કોર્પોરેશન (RMC) અને કમિશનરનો બરોબરનો ઉધડો લીધો હતો. કોર્ટે પૂછ્યું કે, શું કામ કર્યું એના સોગંદનામા કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમનાં પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ?”

આ પણ વાંચો – Surat : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં! Gujarat First નાં Reality Check માં ચોંકાવનારો ઘટસ્ફોટ!

પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ? : HC

હાઈકોર્ટે સવાલ કર્યો કે, ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગનાં અભાવ બાદ પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે ? ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી અને શુદ્ધ હૃદયથી માફી માંગવાનાં બદલે પોતાની કોઈ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામું કરવું. જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજો. આ સાથે કોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામું સ્વીકારવા ઇનકાર કર્યો હતો. આથી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોગંદનામું પરત ખેંચવા ફરજ પડી હતી. કોર્ટનાં હુકમનાં હેઠળ લીધેલ પગલાં અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને વળતર બાબતનાં પગલાંઓ માટે થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ હવે નવેસરથી સોગંદનામા પર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ અંગે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરનાં રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો – ‘દાદા સરકાર’ ને 3 વર્ષ પૂર્ણ, પ્રવક્તામંત્રી Rishikesh Patel સાથે Gujarat First ની ખાસ વાતચીત

Whatsapp share
facebook twitter