- વેપારીનો વ્યાજખોરનાં ત્રાસથી આપઘાતનો પ્રયાસ
- વ્યાજ સાથે મૂડી ચૂકવ્યા છતાં હેરાન કરતો હોવાનો આરોપ
- પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ
- કોર્ટ પરિસરમાં જજને સંબોધી વેપારીએ પત્ર લખી આપવીતી વર્ણવી
લીંબડીમાં (Limbadi) રહેતા સંદીપ શ્રીમાર નામના વેપારીએ લીંબડીના જ અરવિંદ બમ પાસેથી સોના-ચાંદીનાં દાગીના ગીરવે મૂકીને વ્યાજે નાણાં લીધા હતા. જે વ્યાજ સાથે ભરપાઈ કર્યા પછી પણ દાગીના પરત ન આપતા વ્યાજખોરોએ ધાક-ધમકી આપી અગાઉ હુમલો પણ કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં પીડિત વેપારીએ અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો – Himatnagar : સંકુલનાં ત્રીજા માળેથી BCA ના વિદ્યાર્થીએ અચાનક લગાવી દીધી છલાંગ, સારવાર દરમિયાન મોત
વ્યાજખોરનાં ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ
ફરિયાદ મુજબ, લીંબડીમાં (Limbadi) રહેતા વેપારી સંદીપ શ્રીમારે પૈસાની જરૂરિયાત હોવાથી લીંબડીમાં જ રહેતા અરવિંદ બમ નામના વ્યક્તિ પાસે સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકીને નાણાં લીધા હતા. જો કે, વ્યાજ સાથે મૂડીની ભરપાઈ કરવા છતાં વેપારીને વ્યાજખોરો દાગીના પરત કર્યા નહોતા અને એકવાર જીવલેણ હુમલો પણ કર્યો હતો. આ અંગે વેપારીએ પોલીસ (Limbadi Police) ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. પીડિત વેપારીનાં કહેવા મુજબ, છેલ્લા 10 વર્ષથી ધક્કા ખાવા છતાં પણ સામે વાળા પક્ષ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી. સામે વાળી વ્યક્તિ રાજકીય વગ ધરાવતી હોવાથી પીડિત વેપારીને હેરાન કરે છે.
આ પણ વાંચો – Rain in Gujarat : અંતિમ રાઉન્ડમાં મેઘરાજા વિફર્યા! જાણો આવતીકાલ કેવી રહેશે ?
કોર્ટ પરિસરમાં જ ફિનાઇલ ગટગટાવ્યું, જજને લખ્યો પત્ર
આથી, પીડિત વેપારીએ આજે કોર્ટ પરિસરમાં જ દાહોદ સેશન્સ કોર્ટનાં (Dahod Sessions Court) જજને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં પોતાનાં મોત માટે જવાબદાર દાગીના ગીરવે રાખનાર અને તેના પરિવારના અન્ય સભ્યો માળી કુલ ચાર લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. ચારેયના નામ લખી ફિનાઇલ તેમ જ જંતુનાશક દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આસપાસમાંથી કર્મચારીઓ દોડી આવી વેપારીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. હાલ, સારવાર હેઠળ રહેલા સંદીપે જણાવ્યુ હતું કે, જો ન્યાય નહીં મળે તો પોતાના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો – Patan : HNGU માં ગઈકાલે વિદેશી દારૂ મળ્યો, આજે વિદ્યાર્થીઓમાં તિક્ષ્ણ હથિયાર વડે મારામારી, જુઓ Video