+

Jamnagar: આધુનિય યુગમાં આવું દૂષણ! અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું મરઘીનું લોહી

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાને છતો કરતો કિસ્સો મહાકાળી મંદિરમાં મરઘીના લોહીનો કર્યો ચઢાવો આ કૃત્ય કરનારને જાગૃત નાગરિકોએ પકડી પાડ્યો અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું હતું મરઘીનું લોહી Jamnagar: યુગ બદલાઈ…
  1. આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાને છતો કરતો કિસ્સો
  2. મહાકાળી મંદિરમાં મરઘીના લોહીનો કર્યો ચઢાવો
  3. આ કૃત્ય કરનારને જાગૃત નાગરિકોએ પકડી પાડ્યો
  4. અંધશ્રદ્ધાથી પ્રેરાઈને માતાજીને ચઢાવ્યું હતું મરઘીનું લોહી

Jamnagar: યુગ બદલાઈ ગયો અને આધુનિક યુગ આવ્યો. માનવી અત્યારે ચાંદ પર પહોંચી ગયો પરંતુ આપણે હજી અંધશ્રદ્ધામાં અટવાયેલા જ છીએ. જી હા! જામનગર (Jamnagar)માં ફરી એક અંધશ્રધ્ધાનો વીડિયો સામે આવ્યો છે. જામનગર (Jamnagar)માં આવેલા એક મહાકાળી મંદિરે મરઘાના લોહી છંટકાવવાનો વીડિયો વાયરલ થયો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કોળી જાગૃત સમાજના યુવકોએ વીડિયોના આધારે લોહી ચડાવનારને પકડ્યો પણ છે. વિગતો એવી સામે આવી છે કે, અંધશ્રદ્ધાના નામે માતાજીને મરઘીનું લોહી ચડાવ્યું હતું.

આ પણ વાંચો: બિનકાયદેસર કોલ સેન્ટર પર CBI ના વ્યાપક દરોડા, Police પણ સમગ્ર મામલે અજાણ

અંધશ્રદ્ધાથી સમાજમાં વિકૃતિ અને વિકાર પેદા થાય છે!

મહત્વની વાત એ છે કે, કોળી સમાજના લોકો અંધશ્રદ્ધાને દૂર કરવા માટે એકત્ર થયા છે. કોળી સમાજના લોકોએ અંધશ્રદ્ધા ફેલાવનારને પકડી વીડિયો ઉતાર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, પોલીસે ઓફિસમાં તાળું લગાવી દેતા કોળી સમાજમાં રોષ ફેલાયો છે. થોડા સમયમાં જ ચાવી પરત કરતા મામલો થાળે પડ્યો હતો. આ સાથે સાથે મંદિરમાં આવું કૃત્ય કરનાર સામે પગલાં ભરવાની લોકોએ અત્યારે માંગ કરી છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Temple : કપલ આ મંદિરમાં જાય તો તેમની લવલાઇફમાં…..

અબોલનો જીવ લેવાથી કોઈ ભગવાન ખુશ ના થાય!

હવે પ્રશ્ન એ થાય છે કે, શું આવી રીતે અબોલ જીવોને મારીને તેની બલી ચઢાવીને કોઈ દેવી કે દેવતા પ્રશન્ન થાય ખરા? ખરે બેઠેલા માતા-પિતાની સેવા કરવામાં આવે તો પણ ખુબ જ મોટી વાત છે તેનાથી ભગવાન ખુશ થઈ જ જવાના છે. પરંતુ આવી રીતે નિર્દોષ જીવની બલી આપવી જા પણ યોગ્ય નથી. અત્યારે જે વીડિયો વાયરલ થયો છે તે ખુબ જ નિંદનીય છે. આવી રીતે નિર્દોષની હત્યા કરવી યોગ્ય નથી. આવી રીતે અંધશ્રદ્ધાને ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ. જેથી આ દુષણને દૂર કરી શકાય.

આ પણ વાંચો: Limbadi : વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કોર્ટ પરિસરમાં જ ફિનાઇલ ગટગટાવ્યું, જજને લખ્યો પત્ર

Whatsapp share
facebook twitter